Gujarat

ઉનામાં પુરઝડપે બેફીકરાઇથી કાર ચલાવી અકસ્માત કરી મૃત્યુ નીપજાવનાર કાર ચાલક વિરુધ્ધ સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધી, નાસી જનાર કાર ચાલકને ગણતરીની કલાકોમા પોલીસે પકડી પાડયો

ઉનામાં શિવાજી પાર્ક સામે પુરઝડપે બેફીકરાઇથી કાર ચાલકે નાઘેર પાઉંભાજીનો બંધ દુકાનમાં ધડાકાભેર ભટકાવી હતી. આ અકસ્માતમાં દુકાનની બહાર સૂતેલા વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે એક બાઈક અને તેમજ દુકાનમાં ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં  કાર ચાલક વિરુધ્ધ મૃતકના પરીવારના જયેશભાઈ નાથાલાલ ગાંધીએ સ્કોર્પિયો ચાલક યતીન લીલાધર સીગલ રહે.અમદાવાદ વાળા વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ કાર ચાલક સામે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધી, નાસી જનાર કાર ચાલકને ગણતરીની કલાકોમા પકડી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર ઉના વિભાગ દ્વારા અનડીટેક્ટ રહેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હેઠળ ગઈકાલે સવારના આશરે સાડા સાતેક વાગ્યાના સમયે ઉના શિવાજી પાર્ક સામે આવેલ નાઘેર દુકાનની આગળ એક કાળા કલરની સ્કોર્પીયો કાર નં.GJ-06-PR-2526 ના ચાલક ડ્રાઇવરે કાર પુરઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી પોતાની કાર ચલાવી હતી. અને પ્રથમ એક બાઇકને હડફેટે લઇ ત્યાર બાદ વૃદ્ધ દિનેશભાઈ બાલુભાઇ ગાંધી ઉવ.75 રહે.ઉના   તેવો શિવાજી પાર્કની સામે આવેલ નાઘેર દુકાનના શટર પાસે સુતા હતા. તેના ઉપર કાર ચાલકે પોતાની સ્કોર્પીયો ગાડી ચડાવી દઇ નાઘેર દુકાનના શટર સાથે ભટકાવી હતી.
આ અકસ્માતમાં મરણજનારના માથાના ડાબી બાજુના ભાગે તથા જમણા પગ ભાંગી જતા ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેમનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિઓને શરીરે ગંભીર તથા મુંઢ ઇજાઓ થઇ હતી. જોકે  અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી નાસી ગયેલ હોય ઉના પોલીસ IPC કલમ-304, 279, 337, 338 તથા એમ.વી.એકટ-177, 184, 134મુજબનો ગુન્હો નોંધી કાર ચાલકને પકડી પાડવા પી આઇ એમ.એન.રાણાની સુચના મુજબ ટાઉન બીટ ઇન્ચાર્જ પીએસઆઇ  આર.એચ.સુવા તથા પો.સ્ટાફ દ્વારા સ્કોર્પીયો ગાડીના ચાલક ડ્રાઇવર-યતીનભાઈ લીલાધરભાઇ સીંગલ ઉવ.૩૮, ધંધો ડ્રાઇવિંગ, રહે.અમદાવાદ ૧૭-એ, સૌરાષ્ટ્ર સોસાયટી આંબાવાડી, જી.અમદાવાદ વાળાને ગણતરીની કલાકોમા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.