Gujarat

સુરતમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા રૂપિયાની લેતીદેતીમાં યુવકની હત્યા

પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા ૨૮૦૦ રૂપિયાની લેતીદેતી મામલે થયેલ માથાકૂટમાં બોથર્ડ પદાર્થ વડે ઘા કરી યુવકની હત્યા કરવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને ઝડપી પાડી હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરતના પાંડેસરા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,ત્રીજી ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની બોથર્ડ પદાર્થ વડે ઘા કરી બે ઈસમોએ હત્યા કરી નાખી હતી. આ હત્યા અન્ય કોઈ નહિ પરંતુ કૌટુંબિક ભાઈ દ્વારા જ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની વિગત જાેવા જઈએ તો મારુતિ નગર સોસાયટીમાં રહેતા રામુ વર્માના ફોઈના દીકરા બંસીલાલ વર્માએ અડાજણ ખાતે રહેતા કૌટુંબિક ભાઈ શક્તિલાલ વર્મા પાસે મજૂરીના ૨૮૦૦ રૂપિયા લેવાના બાકી નીકળતા હતા.

જેથી રામુ અને બંસીલાલ બંને અડાજણ સ્થિત શક્તિલાલ ને ત્યાં ગયા હતા અને તેની પાસે રહેલા મોબાઈલ છીનવી લઈ આવ્યા હતા.જે બાદ રૂપિયા આપી મોબાઈલ લઈ જવા જણાવ્યૂ હતું.જે બાદ શક્તિલાલ વર્મા અને તેનો મિત્ર અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરા પાંડેસરા સ્થિત મારુતિ નગર સોસાયટી ખાતે રહેતા બંસીલાલ ને ત્યાં આવ્યા હતા. જ્યાં બંસીલાલ જાેડે શક્તિ લાલ અને અનંતરામ ઉર્ફે ત્રિભુવન બહેરાએ માથાકૂટ કરી મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.. આ દરમિયાન શક્તિલાલ અને અનંતરામે ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા રામુ વર્મા પર બોથર્ડ પદાર્થ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.જે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રામુ વર્માનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

હત્યાની ઘટના બાદ ફરાર થઈ ગયેલા શક્તિલાલ અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરા વિરુદ્ધ રામુ વર્માની પત્નીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પાંડેસરા પોલીસે હાથ ધરી હતી. જે તપાસ દરમિયાન પાંડેસરા પોલીસે હત્યાની આ ઘટનામાં સંડોવાયેલા આરોપી શક્તિલાલ વર્મા અને અનંત રામ ઉર્ફે ત્રિભુવન બહેરાને ઝડપી પાડી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આમ, પાંડેસરા વિસ્તારમાં કૌટુંબિક ભાઈઓ વચ્ચે માત્ર રૂપિયા ૨૮૦૦ ની લેતીદેતી મામલે થયેલ માથાકૂટમાં અન્ય વ્યક્તિનો જીવ લેવાયો હતો. હાલ તો પાંડેસરા પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *