રવિવારે રાજ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી) દ્વારા જુગારીઓ સામે એક્શન લેવામાં આવી હતી. રાજ્યમાં જુગારીઓ જાણે છાકટા થઈ ગયા હોય તેવા સમાચારો છેલ્લા ઘણા બધા દિવસોથી સામે આવતા હતા ત્યારે અમદાવાદ અને સુરતમાં જુગારના અડ્ડા પર એસએમસી ની ટીમે રેડ કરી હતી. જેમાં જુગાર રમતા ૨૨ આરોપીને ઝડપી લઈને પોલીસે ૧.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્.રે એક આરોપી ફરાર થઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ સુરતના અમરોલી ખાતે આવેલા કોસાડ આવાસમાં કેટલાક શખ્સો જુગાર રમે છે તેવી માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. આ માહિતીને આધારે પોલીસની ટીમે કોસાડ આવાસમાં દરોડો પાડ્યો હતો. જ્યાંતી પોલીસે જુગાર રમતા ૨૨ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે એક આરોપી ભાગી જતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ સહિત રૂ. ૧,૬૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.