Gujarat

પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક ગાડીમાં આગ લાગવાની ઘટના

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદના નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે ગાડીમાં ભીષણ આગની ઘટના ઘટી હતી. મોડી રાત્રી દરમિયાન ઘટેલી આ આગની ઘટનામાં શોર્ટ સકિર્ટને કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આી રહ્યું છે. હિંમતનગરનો એક યુવક પોતાના મિત્રને મળવા માટે અમદાવાદ જવા માટે ગાડી લઈને નિકળ્યો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોતાની ગાડીમાં આગ લજ્ઞાની જાણ થતાજ સમયસૂચકતા વાપરીને યુવક ગાડીમાંથી બહાર નિકળી જવામાં સફળ રહ્યો હતો. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી. જો કે આ ઘટનાની જાણ થતાજ ફાયર વિભાગની ગાડી પણ સમયસર ઘટના સ્થળ પર પહોંચી જઈને આગ પર કાબૂ મેળવી લીધો હતો.