Gujarat

સુરતમાં શાહ પરિવારે બ્રેઇન્ડેડ પુત્રના અંગોનું દાન કરી માનવતા મહેંકાવી

૧૭ વર્ષીય ધોરણ-૧૨ ના વિદ્યાર્થીના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું

સુરત,
ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે. લોકો હવે અંગદાન કરવા તરફ પ્રેરાયા છે. જેમાં સુરત શહેર સૌથી આગળ છે. સુરતીઓ અંગદાનમાં મોખરે રહીને ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. ત્યારે સુરતમાં ૧૭ વર્ષીય ધોરણ-૧૨ ના બ્રેઇન્ડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરાયુ હતું. આંખોમાં આસું સાથે વ્હાલસોયા દીકરાના અંગોનું માતાપિએ દાન કર્યું. ત્યારે આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે. સુરતમાં શાહ પરિવારે બ્રેઇન્ડેડ પુત્રના અંગોનું દાન કરી માનવતા મહેંકાવી છે. ૧૭ વર્ષીય તથાગ તપાર્થ શાહ ધોરણ ૧૨ નો વિધાર્થી હતો. તે સુરતની રાયન ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતો હતો. ૧૯ મી જાન્યુઆરીના રોજ તથાગ તપાર્થ ડુમસ રોડની રાયન ઇન્ટરનેશનલ શાળામાં પ્રિ-બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો. સવારે ૬.૫૦ કલાકે વાય જંક્શન ખાતે એક વાહને તેને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તથાગ તપાર્થને તાત્કાલિક નજીકની ખાનગી અને ત્યારબાદ અઠવાગેટની મેટાસ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયો હતો.

જ્યાં લાંબી સારવાર બાદ વિધાર્થીને તબીબોની ટીમે બ્રેઇન્ડેડ જાહેર કરાયો હતો. આ બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શાહ પરિવારને અંગદાન અંગેનું મહત્વ પરિવારને સમજાવ્યું હતું. જેથી શાહ પરિવારે વ્હાલસોયા પુત્રના અંગદાનનો ર્નિણય કર્યો હતો. વિદ્યાર્થીના પિતા અંગદાન અંગે ખૂબ જ જાગૃત હોવાથી અંગદાન કરવા આગળ આવ્યા હતા. જ્યાં અંગદાન અંગેની સંમતિ મળતા વિદ્યાર્થીના અંગોનું દાન સ્વીકારવામાં આવ્યું હતું.

તથાગ તપાર્થના હૃદય, લીવર અને બે કિડનીનું દાન સ્વીકારી ચાર લોકોને નવજીવન આપવામાં આવશે. તેનુ હૃદય અમદાવાદની યુ.એન.મહેતા સને લીવર-કિડની અમદાવાદની ૈંદ્ભડ્ઢઇઝ્ર હોસ્પિટલે સ્વીકાર્યું હતું. બ્રેઇન્ડેડ વિદ્યાર્થીના પિતા પરશુરામ શાહની રેલવેના કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે. પરિવારમાં માતા અને એક બહેન છે. અગાઉ બ્રેઇન્ડેડ મિત્રના અંગદાનથી આવેલ જાગૃતિને લઈ પિતાએ પણ પુત્રના અંગોનું દાન કરી સમાજમાં અંગદાન અંગેની જાગૃતતા ફેલાવી છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *