ભુજોડીમાં મંગળવારે બે કલાક રસ્તો બ્લોક કરાયો, બસમાં સીટ મુદ્દે વિદ્યાર્થીઓએ રસ્તો રોકો આંદોલનનું સ્વરૂપ આપી દીધું. પૂર્વ-પશ્ચિમ કચ્છને જોડતો મહત્વનો પોઇન્ટ બંધ થઇ ગયો.
પરિણામ એ આવ્યું કે, સાંજે ભુજ- ભુજોડી એસ.ટી બસ ફાળવવામાં આવી હતી. બનાવ એમ બન્યો હતો કે, બે વાગ્યાના અરસામાં ભુજોડી બસ સ્ટેશન પાસે ભુજ-નાડાપા અને ભુજ-લફરા બસ થોભાવવામાં આવી હતી.
વિધાર્થીઓ વચ્ચે અંદરોઅંદર બબાલ એટલે થઇ કે, ભુજોડી આવતા વિદ્યાર્થીઓને લાંબા રૂટના વિદ્યાર્થીઓએ કહ્યું તમે અન્ય બસમાં આવો. ભુજોડી કોઈ પણ બસ જશે! કંડકટર અને ચાલક સ્થિતિ પારખી ન શક્યા અને પરિસ્થિતિ એવી વણસી ગઈ કે, માધાપર નજીક આવેલ ડેરીથી લઈને શેખપીર સુધી અંદાજિત બે-ત્રણ હજાર વાહનોના થપ્પા લાગી ગયા. જેમાં એમ્બ્યુલન્સ, ખાનગી કર્મચારીઓ અને ખુદ વિધાર્થીઓ અટવાઈ ગયા હતા.

