Gujarat

જુનાગઢ કેસમાં ગુનાહિત કાવતરાની કલમ 120-બી તથા ગુજસીટોકની કલમોનો ઉમેરો કરી બાકીના આરોપીઓને તાત્કાલીક અટક કરવા ઉના ગીરગઢડા સમસ્ત અનુ.જાતી સમાજની માંગ

ઉના ગીરગઢડા સમસ્ત અનુ.જાતી સમાજ દ્વારા આજે ડે.કલેક્ટરને જુનાગઢ જિલ્લા પ્રમુખના પુત્રના અપહરણ કેસમાં મૂળ FRI માં ગુનાહિત કાવતરાની કલમ 120-બી તથા ગુજસીટોકની કલમોનો ઉમેરો કરવામાં આવે અને આ બનાવમાં સંડોવાયેલ બાકીના આરોપીઓને તાત્કાલીક પકડી પાડી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત રજુઆત કરી હતી.

ગત તા.30મે 2024 રાત્રિના ગોંડલ ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લા અનુ જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય ઉર્ફે ચંદ્ર રાજુભાઇ સોલંકીનું પોતાની કારમાં અપહરણ કરી જય ગોંડલ ખાતે ગઢ માં લઈ જય તેમણે બેફામ મારમારી ની:વસ્ત્ર કરી તેમનો વિડીયો ઉતરેલ. આ બાબતે જુનાગઢ પોલીસ સ્ટેશનમા આઈ.પી.સી કલમ-307, 25(1-બી)(એ) તથા એટ્રોસીટી એક્ટ સહિત કલમો હેઠળ ગુન્હો દાખલ થયેલ છે. આ બાબતે સમસ્ત અનુ.જાતી સમાજ ઉના ગીરગઢડા દ્વારા ઉના ત્રિકોણ બાગ ખાતે થી રેલી કાઢી ડે. કલેકટરને લેખીત રજુઆત કરી ગુનાહિત કાવતરા ની કલમ 120-બી તથા ગુજસીટોકની કલમોનો ઉમેરો કરી બાકીના આરોપીઓને તાત્કાલીક અટકની કરી કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ બાબતે દિન 15 માં કેસના અન્ય આરોપી ઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને અનુ.જાતિ સમાજને ન્યાય મળી રહે તે બાબત તંત્ર અને સરકાર કડકમાં કડક પગલાં લે નહિતર આવનારા સમયમાં સમસ્ત અનુ.જાતી સમાજના લોકો મોટી સંખ્યામા એકત્રીત થઈ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચારી સાથે આંદોલનમાં સંપૂર્ણ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે તેવી રજૂઆત કરી હતી..