Gujarat

વેરાવળ-શાપર મા ખેડૂતો એ આગોતરા મગફળી ના વાવેતર શરૂ કર્યા

રાજકોટ જિલ્લા ના કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ-શાપર માં ધરતી પુત્રો દ્વારા ગતરોજ થી આગોતરા મગફળી નુ વાવેતર શરૂ કરવામાં આવેલ છે. જેમાં વેરાવળ ગુંદાસરા રોડ પર ના ખેતરો મા ખેડૂતો વાવણી ની મૉસમ મા જોતરાય ગયા છે.તેમજ વેરાવળ ગ્રામ્ય વિસ્તારો મા પીયત ની વ્યવસ્થા હોઈ તેવા ખેડૂતો એ વરસાદ પેલા જ વાવેતર શરૂ કરવામા આવેલ છે.વાવેતર શરૂ થતા ખેડૂતો મા પણ ખુશી નો માહોલ જોવા મળતો હોઈ છે.
જેમાં બળડ ને કંકુ ચોખા,નો ચાંદલો કરી.વાવણી ની શરૂઆત થતી હોઈ છે. પણ હાલ ટેક્નોલોજી નો યુગ આવતા ખેડૂતો ને પણ ઝડપી વાવણી ની કામગીરી મા ટ્રેક્ટર મા ઓરણી જોડી વાવેતર કરવામાં આવેલ છે.ત્યારે વેરાવળ ના ખેડૂત રમેશભાઈ વડોદરિયા સહિત ના ખેડૂતો એ આગોતરા મગફળી નુ વાવેતર શરૂ કરેલ છે.જેમાં હવે આગામી દિવસો મા વરસાદ ની રાહ જોવાઈ રહશે.