Gujarat

સુરત મહાનગરપાલિકામાં અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે

૮ લાખથી વધુની ઠગાઈ કરનાર ભાજપના પૂર્વ ડે. મેયરના પુત્ર સહિત ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી

સુરત,
સુરત મહાનગરપાલિકામાં અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે રૂપિયા ૮ લાખથી વધુની ઠગાઈ કરનાર ભાજપના પૂર્વ ડે મેયરના પુત્રો સહિત ૩ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. જેના વેજમાં ૮.૯૦ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાયા હતા. આ મામલે ઉધના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવા પણ બોલાવવામાં આવ્યા હતા. છતાં કોઈ પ્રતિઉત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના પુણાગામ વિસ્તારમાં સલૂન ની દુકાન ચલાવતા ર્નિમળ ભાનુભાઈ ચૌહાણ ના સાળો ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલ સ્ટાર પ્રોજેક્ટ નામની ઓફિસમાં કામ કરે છે. અહીં ઓફિસ ધરાવતા પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના પુત્ર રાહુલ રસમીન ભુવાએ પોતાનું સુરત મહાનગરપાલિકા કચેરી અને પોલીસ તંત્રમાં મોટું સેટિંગ હોવાની વાતો જેનીશને કરી હતી. એટલું જ નહીં પરંતુ જેનીસને પોલીસ અને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવાની પણ રાહુલે લોભામણી લાલચ આપી હતી. જેથી ર્નિમળ ભાઈએ પોતાના સાળા જેનિશ જાેડે ઉધના સ્થિત સિલિકોન સોપર્સમાં આવેલી રાહુલની ઓફિસએ વર્ષ ૨૦૨૧ માં સંપર્ક કર્યો હતો.

સિલિકોન શોપર્સ આવેલી ઓફિસમાં રાહુલ ભુવાની સાથે તેના નાનો ભાઈ નીરવ અને હેમંત ચૌહાણ પણ હાજર હતા. રાહુલ દ્વારા ર્નિમળભાઈ ના દીકરા ધાર્મિકને સુરત મહાનગરપાલિકા કચેરીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જેના અવેજ પેટે રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ની માંગણી કરી હતી. પરિવાર જાેડે ચર્ચા કર્યા બાદ ર્નિમળભાઈ દ્વારા પોતાના દીકરા અને ભાઈના દીકરા અક્ષયને પાલિકામાં એકાઉન્ટ વિભાગમાં નોકરી અપાવવા માટે રૂપિયા સાડા ચાર લાખ જેટલી રકમ રાહુલ ભુવા ને આપી હતી. રાહુલ ભુવા એ ધાર્મિક તેમજ અક્ષયને પાલિકા નો કોલ લેટર પણ આપ્યો હતો. જેથી વિશ્વાસ અને ભરોસો વધી જતા અન્ય એક ઓળખીતા વિજય ભટ્ટીનો પણ સંપર્ક કરાવ્યો હતો. જેને પણ પાલિકામાં નોકરી અપાવવા માટે ભુવા બંધુઓએ ૩.૬૦ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી હતી.

જ્યારે શાળા જેની શ ને પણ પાલિકા અથવા તો પોલીસમાં નોકરી અપાવવાના બહાને ભુવા બંધુઓએ સીન સપાટા કરી મારી માતા છાયાબેન ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર છે તેમની મોટી ઓળખાણ છે નોકરી મળી જશે એવી વાતો કરી વિશ્વાસ અપાવ્યો હતો. નોકરી મળી ગઈ તો દર મહિને ૩૫ થી ૪૦ હજાર રૂપિયા પગાર મળશે એવી ડંફાસો પણ મારી હતી. આ સાથે પાલિકાનો યુનિફોર્મ આપી વિશ્વાસ પણ કેળવ્યો હતો.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *