Gujarat

આગામી ૨૪ કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

હવામાન વિભાગની ચેતવણી

કાળઝાળ ગરમી વચ્ચે આખરે હવે દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. દેશના અમુક રાજ્યોમાં ચોમાસા વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે વાતાવરણમાં પલટો અને વરસાદના આગમનની તૈયારીઓ નજરે પડતી જોઈ શકાય છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ૨૪ કલાક દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત, નવસારી, વલસાડમાં ૫ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. ધૂળ ઊડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠા સિવાયના અન્ય વિસ્તારોમાં પણ ૨૫ થી ૩૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ચેતવણીના પગલે સુરત ખાતે ડિઝાસ્ટર વિભાગ કાર્યરત કરવામાં આવ્યું છે. તમામ ઝોન વિભાગના અધિકારીઓ સાથે સંકલન કરવા મામલદાર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. વાતાવરણમાં પલટો ખેડૂતોની ચિંતામાં વધારો કરતો જોવા મળ્યો છે. કેરી સહિતના ઉભા પાક ને નુકશાન જવાની ભીતિ સર્જાઈ છે.