Gujarat

છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલીઆંબા અને મોટી અમરોલ ગામ પાસે બ્રિજની કામગીરીનું ખાતમુહૂર્ત લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર તાલુકાના નાલેજ ઓલીઆબા અને મોટી અમરોલ ગામે ત્રણ જેટલા બ્રિજો બનવાના છે. આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાનમાં લઈને સાંસદ જશુભાઈ રાઠવા,ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જે રજૂઆતના પગલે નાલેજ ગામ પાસે બ્રિજની કામગીરી, ઓલીઆંબા ગામ પાસે મુંડેણ કોતર ઉપર બ્રિજની કામગીરી તેમજ મોટી અમરોલ ગામ પાસે બ્રીજની કામગીરી થનાર છે. અંદાજિત 11 કરોડના ખર્ચે કામગીરી થનાર છે.
જેનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ધારાસભ્ય અને સાંસદની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ રાઠવા સહિત અધિકારીઓ સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણ જેટલા ગામોમાં બ્રિજ બનવાથી છોટાઉદેપુર કવાટ અને પાવીજેતપુર તાલુકાના લોકોને ફાયદો થશે. જેને લઈને વિસ્તારના લોકોમાં આનંદ સાથે ખુશી જોવા મળી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર