Gujarat

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમા તબક્કામાં ૦૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૯૦૪ ઉમેદવારો ચૂંટણી લડશે

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમા તબક્કામાં ૦૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ૯૦૪ ઉમેદવારો ચૂંટણી લડશે. ૧ જૂન, ૨૦૨૪ના રોજ મતદાન થશે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમા તબક્કામાં ૦૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થનારા મતદાન માટે ૫૭ સંસદીય ક્ષેત્રો માટે કુલ ૨૧૦૫ નામાંકન દાખલ કરવામાં આવ્યા હતા.. તમામ ૦૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટેના સાતમા તબક્કા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ ૧૪ મે, ૨૦૨૪ હતી. દાખલ કરાયેલા તમામ નામાંકનોની ચકાસણી બાદ, ૯૫૪ નામાંકન માન્ય હોવાનું જણાયું હતું.

સાતમા તબક્કામાં, પંજાબમાં ૧૩ સંસદીય મતવિસ્તારોમાંથી સૌથી વધુ ૫૯૮ નોમિનેશન ફોર્મ હતા, ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ૧૩ સંસદીય મતવિસ્તારોમાં ૪૯૫ નોમિનેશન હતા. ૩૬ – બિહારના જહાનાબાદ સંસદીય મતવિસ્તારમાં મહત્તમ ૭૩ નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા, ત્યારબાદ ૭- પંજાબના લુધિયાણા સંસદીય મતવિસ્તારોમાંથી ૭૦ નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા હતા. સાતમા તબક્કા માટે એક પીસીમાં ચૂંટણી લડનારા ઉમેદવારોની સરેરાશ સંખ્યા ૧૬ છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીના તબક્કા ૭ માટે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબની વિગતોઃ-

ક્ર.ના રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાતમા તબક્કા માટે સંસદીય ક્ષેત્રની સંખ્યા ઉમેદવારી પત્રો પ્રાપ્ત થયા ચકાસણી બાદ માન્ય ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ, અંતિમ ઉમેદવારો
૧.  બિહાર૮૩૭૨૧૩૮૧૩૪
૨.  ચંડીગઢ૧૩૩૨૦૧૯
૩.  હિમાચલપ્રદેશ૪૮૦૪૦૩૭
૪.  ઝારખંડ૩૧૫૩૫૫૫૨
૫.  ઓડિશા૬૧૫૯૬૯૬૬
૬.  પંજાબ૧૩૫૯૮૩૫૩૩૨૮
૭.  ઉત્તરપ્રદેશ૧૩૪૯૫૧૫૦૧૪૪
૮.  પશ્ચિમ બંગાળ૯૨૧૫૧૨૯૧૨૪
  કુલ ૫૭ ૨૧૦૫ ૯૫૪ ૯૦૪