Gujarat

ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગઅલગ ઘટનાઓમાં એક ઇસમનું સારવાર દરમિયાન મોત જ્યારે કુલ ૧૭ વ્યક્તિઓને ઇજા

ગોવાલી ગામે સ્કુટર ચાલકે ચાલતા જતા ઇસમને અડફેટમાં લીધો જ્યારે ખડોલી નજીક લક્ઝરી બસ અને ટેમ્પો અથડાતા ટેમ્પો ચાલકનું મોત ૧૬ ને ઇજા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા ધોરીમાર્ગ પર દિવસેદિવસે અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહયો છે,મોટાભાગે કોઇ દિવસ અકસ્માત વિનાનો જતો નહિ હોય ! ગઇકાલે અને આજે તાલુકામાં બે અલગઅલગ સ્થળોએ થયેલ અકસ્માતોમાં એકનું મોત થયું હતું જ્યારે કુલ મળીને ૧૭ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની એક ઘટનામાં  ગોવાલી ગામે રહેતા  હર્ષદભાઇ બાલુભાઈ પરમાર  રાતના સાડા આઠ વાગ્યાના સમયે તેમના નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા. તેઓ ગોવાલી ગામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર રોડની સાઇડમાં ચાલતા જઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન ગોવાલી ગામનો રાકેશ અર્જુનભાઇ વસાવા તેનું એક્ટિવા સ્કુટર લઇને આવતા ચાલતા જતા હર્ષદભાઇ સાથે એક્ટિવા ગાડી અથડાઇ હતી. આ અકસ્માતમાં હર્ષદભાઇ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
ઝઘડિયા પોલીસે એક્ટિવા ગાડીના ચાલક રાકેશ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતની બીજી ઘટનામાં આજરોજ ઝઘડિયા રાજપારડી વચ્ચે મુખ્ય ધોરીમાર્ગ પર નવા અવિધા-ખડોલી નજીક રોંગ સાઇડે આવતી એક લક્ઝરી બસ એક ટેમ્પો સાથે અથડાતા ગંભીર રીતે ઘવાયેલ ટેમ્પો ચાલક ૫૫ વર્ષીય  પ્રવિણભાઇ પરસોત્તમભાઇ પરમાર રહે.ગામ શુકલતીર્થ જિ.ભરૂચનાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં અન્ય ૧૬ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા ઇજાગ્રસ્તોને સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવારની જરૂરવાળા ઇજાગ્રસ્તોને ભરૂચ  લઇ જવાયા હતા.
આ લક્ઝરી બસ બોરોસિલ કંપનીમાં નોકરી કરતા ચાલીસ જેટલા લોકોને લઇને જઇ રહી હતી. અકસ્માતમાં લક્ઝરી બસના ૧૫ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા,જ્યારે ટેમ્પોમાં બેઠેલ એક ઇસમને ઇજા થઇ હતી અને ટેમ્પો ચાલકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના સંદર્ભે રાજપારડી પોલીસે લક્ઝરી બસના ચાલક વિશાલ જીતેન્દ્રભાઇ મકવાણા રહે.ગામ રૂંઢ તા.ઝઘડિયા જિ.ભરૂચના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી.
લક્ઝરી બસ અને ટેમ્પો વચ્ચેના અકસ્માતના ઇજાગ્રસ્તો
 (૧) હિમાંશુભાઈ મહેશભાઇ વસાવા રહે. ભાલોદ તા. ઝઘડિયા (૨) વિમલભાઈ નટવરભાઈ વસાવા રહે.ઓરપટાર તા. ઝઘડિયા (૩) પ્રવીણભાઈ રમણભાઈ પઢિયાર રહે.ભાલોદ નવીનગરી તા. ઝઘડિયા (૪) પ્રતાપસિંહ અર્જુનસિંહ ધરીયા રહે.પ્રાંકડ તા. ઝઘડિયા (૫) વિક્રમભાઈ ગણપતભાઈ વસાવા રહે. આંબાખાડી તા.ઝઘડિયા (૬) દિપકભાઈ ઉમેદભાઈ વસાવા રહે. મોટા સોરવા તા. ઝઘડિયા (૭) નરેન્દ્રભાઈ ગંભીરભાઈ ગોહિલ રહે. ઓરપટાર તા. ઝઘડિયા (૮) રાકેશભાઈ રમેશભાઈ માછી રહે. માછીવાડ ભાલોદ તા. ઝઘડિયા (૯) જયદીપભાઈ નરેન્દ્રભાઈ ઠાકોર રહે. જૂના ટોઠીદારા તા. ઝઘડિયા (૧૦)રીનાબેન  બીપીનભાઈ વસાવા રહે.રાજપારડી તા. ઝઘડિયા (૧૧) વિજયભાઇ રમેશભાઈ વસાવા રહે. રાજપારડી કોતરડી ફળિયું તા. ઝઘડિયા (૧૨) આરેફાબેન અલ્તાફ શેખ રહે. ભાલોદ નવી વસાહત તા. ઝઘડિયા (૧૩) અજીતભાઈ સુરેશભાઈ વસાવા રહે. આંબાખાડી તા. ઝઘડિયા (૧૪) હિરલબેન વિજયભાઇ વસાવા રહે.હરીપુરા તા. ઝઘડિયા જી.ભરૂચ (૧૫) વિશાલભાઈ જિતેન્દ્રભાઈ મકવાણા રહે. રૂંઢ ટેકરા ફળિયું તા. ઝઘડિયા (૧૬) ધનસુખભાઈ મગનભાઇ વસાવા રહે-જુના તવરા ગોપાલ નગર જિ-ભરુચ
વિરલ ગોહિલ ,ભરૂચ