ઉના મહીલા કોલેજ ખાતે પ્રેસ ક્લબ ઓફ ઉના તેમજ પોલીસ પરિવારના સંયુક્ત ઉપક્રમે સાયબર ક્રાઈમ અટકાવવા અવેરનેસ(જાગૃતતા) કાર્યક્ર્મનું આયોજન કે વી સ્કુલ મહીલા આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ, પી આઈ સુનીલ ઈસરાણી, મહીલા પીએસઆઇ સુવા, કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઈ, મહીલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ લલીતભાઈ, તથા પ્રેસ ક્લબ ઓફના પ્રમુખ જયેશભાઈ ગોંધિયા, હરેશભાઇ ટીલવાણી, વિનોદભાઈ બાંભણીયા, નવીનભાઈ જોષી સહીત પ્રેસ ક્લબ ઓફના સભ્યો, મહીલા આર્ટસ કોલેજની બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ, શિક્ષકો સહીતની લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ વધતા જતા સોશ્યલ મીડિયાના ઉપયોગના કારણે સાયબર ક્રાઈમમાં વધારો થયો છે. જેમાં ખાસ કરીને યુવાધન, શાળા, કોલેજની વિદ્યાર્થીનીઓ ભોગ બની રહી છે. તે અટકાવવાના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ એસ પી જીતેન્દ્ર અગ્રવાલ દ્વારા સરળ સહેલીમાં રોજબેરોજ ફ્રોડો સામે કેવી રીતે બચી શકાય તેનું વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
તેમજ મહીલા પી એસ આઈ દ્વારા પણ ખૂબ સરું માર્ગદર્શન આપવામા આવ્યું હતું. પોતે મહીલા હોય અને મહિલાઓની વેદના સારી રીતે સમજતા હોય કોઇપણ દીકરીને કયારે પણ જરૂર પડે પોતાના અંગત નંબર શેર કરી વિદ્યાર્થીની ઓને હિંમત આપેલ હતી. પીઆઇ ઇસરાણી દ્વારા પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્ર્મ દરમ્યાનમાં દિકરીઓએ ખૂબ ધ્યાનથી માર્ગદર્શન મેળવ્યું હતું. અને આ કાર્યક્રમ ખુબ સફળ રહ્યો હતો..

