વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલ રાધેશ્યામ સોસાયટીમાં ગેસનો બાટલો ફાટ્યો હતો. તબીબી વિદ્યાર્થીઓ રસોઈ બનાવી રહ્યાં હતા. તે સમયે અચાનક જ ગેસનો બોટલ લીક થવા લાગ્યો અને થોડી જ વારમાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી ગઈ હતી. જોકે, વિદ્યાર્થીઓની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
સાવલી ખાતે આવેલા તબીબી વિદ્યાર્થીઓ રાધેશ્યામ સોસાયટીમાં ભાડે ઘર રાખી રહે છે. આજે વિદ્યાર્થીઓ દ્વારા રસોઈ બનાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ ગેસ સિલિન્ડર લીકેજ થવા લાગ્યો હતો અને એકાએક તેમા આગ લાગી ગઈ હતી. જોકે, વિદ્યાર્થીઓએ સમય સૂચકતા રાખી સળગતો ગેસ સિલિન્ડરનો બોટલ બાલ્કનીમાં મૂકી દેતા મોટી દુર્ઘટના ટળી. બાલ્કનીમાં મૂકેલ સળગતા સિલિન્ડરમાં જોત જોતામાં બ્લાસ્ટ થયો હતો.
રહેણાંક વિસ્તારમાં પ્રંચડ ધડાકા સાથે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આસપાસના મકાનો પણ ઘ્રુજી ઉઠીયા હતા. આ સાથે જ આસપાસના મકાનોના બારી દરવાજા પણ તૂટી જતા નુકશાન પહોંચ્યું હતું. ઘટનાના પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઇ નથી પરંતુ, શિવમ નામના એક વિદ્યાર્થીને સામાન્ય ઇજા પહોંચી છે. જોકે, આ વિસ્તારમાં આજુબાજુ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે. જેથી મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.

