Gujarat

વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ધિરાણ અંગે માર્ગદર્શન અપાયું

વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ.ના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન ધિરાણ અંગે માર્ગદર્શન અપાયું

(સંવાદ થી સુરક્ષા, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા સાઇબર ફ્રોડ બાબતે વિસ્તૃત માર્ગદર્શન)

આજ તા.૨૪-૬-૨૦૨૪ ના રોજ વિસાવદર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. શ્રી એસ.આઇ. સુમરાના અધ્યક્ષ સ્થાને બેંક તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન, ધિરાણ તેમજ કાયદો અને વ્યવસ્થા, સાયબર ફ્રોડ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓના માર્ગદર્શન અંતર્ગત બેઠક યોજવામાં આવેલ.
સૌ પ્રથમ થાણા પી.એસ.આઇ. શ્રીસુમરાએ બેઠકમાં ઉપસ્થિત તમામનું શાબ્દિક સ્વાગત કરેલ. બાદ આજની બેઠકમાં ચર્ચવા યોગ્ય મુદ્દાઓથી સૌને વાકેફ કરેલ.
ત્યારબાદ આમ આદમીને લોન ધિરાણ બાબતે એચડીએફસીના મેનેજર મયુરભાઈ પાણેરી તેમજ અન્ય નાણાકીય સંસ્થાઓ અને બેંકો સાથે સંકળાયેલ શાંતિભાઈ ગણાત્રા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, રમણીકભાઈ દુધાત્રા, હિનાબેન ભાલાળા સામાન્ય લોકો માટે લોન તેમજ ધિરાણ બાબતે પોતાની સંસ્થાઓના નિતિ, નિયમો વ્યાજદર બાબતે વિસ્તૃત છણાવટ કરેલ.
બાદ પી.એસ.આઇ.શ્રીએ ચોમાસુ સત્ર શરૂ થતાં ટ્રાફિક નિયમ અંગે સુચારુ માર્ગદર્શન આપ્યું, જેમ કે સાંકડી બજારો અને ખરાબ રસ્તાઓને કારણે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરવા ખુદ નાગરિકે જાગૃત થવું પડશે, અન્યથા મેમા દ્વારા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તો આ બાબતે શહેરીજનોને સહયોગ આપવા અનુરોધ કરેલ. વિશેષ સાયબર ફ્રોડ બાબતે અજાણ્યા ફોન દ્વારા ઓટીપી નંબરની જાણકારી ના આપવા બાબતે પૂરું સાવધાન રહેવા જણાવેલ. લોન, ધિરાણ બાબતે વ્યાજખોરોની ચુંગલમાંથી બચવા બેંકો તથા નાણાકીય સંસ્થાઓ અથવા તેમના પ્રતિનિધિઓની મુલાકાત લઈ યોગ્ય માર્ગદર્શન મેળવવું. ખેડૂત લોકોએ પોતાના ખેતરમાં કામ કરતા શ્રમિકોના આધાર કાર્ડની ઝેરોક્ષ મેળવી લેવી. કારણ કોઈ પણ અનિચ્છનીય બનાવ વેળાએ આપણી સેવા અને રક્ષણ માટે પોલીસ હંમેશા તૈનાત રહે છે.
ઉપરોક્ત બેઠકમાં ઉપસ્થિત મહાનુભવો તા.પં.ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીયા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, શહેર અગ્રણી કે.ડી.કામદાર, વિજયભાઈ રીબડીયા, મધુભાઈ પદમાણી, હરેશભાઈ મહેતા, ગફારભાઈ ભોર, ભરતભાઈ દાફડા તેમજ શહેર અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહેલ. સમગ્ર બેઠકની સુચારૂ વ્યવસ્થા પો.કો.વિપુલભાઈ ઠુમર એ કરેલ.

રિપોર્ટ સી.વી.જોશી વિસાવદર

IMG-20240624-WA0039-3.jpg IMG-20240624-WA0042-4.jpg IMG-20240624-WA0040-2.jpg IMG-20240624-WA0041-1.jpg IMG-20240624-WA0042-0.jpg