Gujarat

છોટાઉદેપુર જિલ્લાના ઝાબ ગામે સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા સરપંચ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો

આદિવાસી બાળકોનું શિક્ષણ સ્તર ઉપર આવે તે માટે  સરકાર દ્વારા  કરોડોનો ખર્ચ કરવામાં તો આવે છે. પરંતુ કેટલાક એવા પણ બાળકો છે, કે જેવો  તંત્રના વાંકે લાભથી વંચિત રહી જાય છે. તો  કેટલીક વાર વાલીઓની અજ્ઞાનતા પણ કારણ ભૂત બનતી હોય છે..
ઝાબ ગામ એ પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ગામ છે. આજ થી સાત વર્ષ પહેલા આ ગામની શાળા અતિ જર્જરિત અવસ્થામાંમાં હતી. વર્ગ ખંડના પિલરો હલતા હતા. દીવાલો ઉપર તિરાડો પડેલ હતી. તેવી સ્કૂલમાં બાળકો જીવ ના જોખમે શિક્ષણ મેળવી રહ્યા હતા. જ્યારે તંત્ર એ નોંધ લીધી હતી. અને બે માળની શાળા બનાવી હતી. અને ફરી આ સ્કૂલમાં  શિષ્ય વૃત્તિ બાબતે  જયારે સવાલ ઊભો થયો છે. ત્યારે નિરાકરણ માટે અમારી ટીમને બોલવામાં આવી હતી.
જ્યારે અમારી ટીમ શાળા પર પહોંચી ત્યારે ત્યાં વાલીઓ હોબાળો મચાવી રહ્યા હતા.
 
સ્કૂલ ઉપર હોબાળો મચાવી રહેલા સરપંચ સહિત કેટલાક વાલીઓને જ્યારે પૂછવામાં આવ્યું તો તેમને જણાવ્યું કે અહી ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ  આપવામાં આવતી નથી. અહી બાળકોના વાલીઓ ગરીબ હોય યુનિફોર્મ પણ લઈ શકતા નથી. જો આવા બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે તો તેઓ યુનિફોર્મ કે બાળકો ને ભણવા માટેનો ખર્ચ ઉઠાવી શકે.
અહી ભણતા 161 બાળકો શિષ્યવૃત્તિ મેળવાના હકદાર છે. શિષ્યવૃત્તિ મેળવવા માટે તેમને ઓન લાઈન ફોર્મ ભરવાનું હોય છે . આધારકાર્ડ બેંકમાં લિંક કરવાનું હોય છે. જેમને આ પરક્રિયા કરી છે. તેમને લાભ મળે છે. જ્યારે જેમના ફોર્મ ભરાયાં નથી તેઓ લાભથી વંચિત છે. ત્યારે વાલીઓનું કહેવું છે કે કેટલાક અભણ અને અજ્ઞાન વાલીઓને આ બાબતની જાણકરી ન હોઈ તેમના બાળકો સરકારના આ લાભથી વંચિત રહી જાય છે. જેથી ખરેખર આવા વાલીઓ સરકારની યોજના ની જાણકારી મળે તેવી વ્યવસ્થા કરવી જોઈ એ સ્કૂલમાં વાલી મિટિંગ કરવી જોઈ અને તંત્ર દ્વારા પણ સેમિનાર ગોઠવવા જોઈ એ કે જેથી વાલીઓને જાણકારી મળી રહે. વાલીઓના કહેવા પ્રમાણે કેટલાક બાળકોને તો કેટલાક વર્ષોથી શિષ્યવૃત્તિ મળી જ નથી. જે તંત્રની એક રીતે બેદરકારી કહી શકાય.
તંત્રની બેદરકારીનો વધુ એક નમૂનો વાલીઓએ બતાવ્યો કે મહાકાય વૃક્ષ કે છેલ્લા ત્રણ વર્ષ પહેલા સ્કૂલ ઉપર પડેલ જે આજે પણ હટાવવામાં આવ્યું નથી. બાળકો ના રમત ગમતના સાધનો ઉપર પડ્યું હતું. સદનશીબે કોઈ જાણહાની થઈ ન હતી. પડેલા વૃક્ષને ન હટાવતા આજેં બાળકો માટે મુકેલ રમત ગમત ના સાધનો કાટ ખાઈ રહ્યા છે. મહિલા આચાર્યને આ બાબતે પૂછતા તેમને જણાવ્યું હતું કે આ બાબત ગંભીર છે. સ્કૂલ ના કમ્પાઉન્ડ માંથી વૃક્ષ હટાવવા માટે તંત્રમાં રજૂઆત કરી છે. પણ વૃક્ષ કમ્પાઉન્ડની બહારથી પડેલ હોઈ તેને હટાવવાની જવાબદારી પંચાયતની હોય તેમ જણાવ્યું છે.સાથો સાથ શિક્ષિકા એ પણ જણાવ્યું કે વાલીઓ આવા મુદ્દાને લઇ સ્કૂલ પર આવી જાય છે. તેમને એ પણ જણાવ્યું કે મારી સ્કૂલ છોડી દેવાની પણ તૈયારી છે. હું કંટાળી ગઈ છું. શિક્ષિકાએ હોબાળો કરી રહેલા લોકોની વાત પણ સાંભળી અને ગામના લોકોને ઓન લાઈન ફોર્મ ભરવાની સમજ આપી આમ છતાં વાલીઓએ ત્રણ દિવસમાં નિરાકરણ લાવે તેવી માંગ કરી છે.