સેવાભાવી અને માનવતાવાદી યુવા લોકપ્રિય ડો.અલ્તાફભાઈ મોદનના માતૃશ્રીના હસ્તે હોસ્પિટલ ખુલ્લી મુકાઈ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સેવાભાવી અને માનવતાવાદી યુવા ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્વારા રાણપુર પંથકના દર્દીઓને વધુમાં વધુ સારવાર મળે, સેવા કરી શકાય તેવા હેતુથી ગીબરોડ ઉપર નવી મોદન હોસ્પિટલ બનાવવામાં આવી જ્યારે આજરોજ આ નવી મોદન હોસ્પિટલનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતો.

ડોક્ટર અલ્તાફભાઈ મોદનના માતૃશ્રીના વરદ હસ્તે હોસ્પિટલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન કાર્યક્રમની અંદર પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ,બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળા,રાણપુર શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા, ભાજપના આગેવાન નરેન્દ્રભાઈ દવે,રાણપુર શહેરના આગેવાન મકસુદભાઈ શાહ,અમજીભા પરમાર,સિધ્ધરાજભાઈ રબારી,બાપાલાલ પરમાર,રેમતુભા પરમાર, ધારાસભ્યના પ્રતિનિધિ પરેશભાઈ સલૈયા સહિતના અનેક આગેવાનો ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા

રાણપુર શહેર અને રાણપુર પંથકમાં ખૂબ જ નાની ઉંમરમાં ડોક્ટર તરીકે ખૂબ જ મોટું નામ મેળવનાર સેવાભાવી-માનવતાવાદી અને એક ડોક્ટર તરીકે સૌથી વધુ લોકપ્રિયતા મેળવનાર ડોક્ટર અલ્તાફભાઈ મોદન દ્વારા નૂતન મોદન હોસ્પિટલ બનાવવામાં આવી તેના ઉદ્ઘાટન પ્રસંગે સાધુ-સંતો સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર

