ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે રાણપુરના ઘનશ્યામભાઈ સાવધારીયા ની વરણી કરવામાં આવી.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સુરેન્દ્રનગર ખાતે નવનિયુક્ત ટીમના પદગ્રહણ સમારોહ યોજાયો જેમાં ભારત સરકારમાં શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને સ્પોર્ટ્સ મંત્રાલયના માન. કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયા ના અધ્યક્ષ સ્થાને પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, ગુજરાત સરકારમાં નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્ય પી. કે. પરમાર, યોગેશભાઈ બોક્ષા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપભાઈ પટેલ, પ્રકાશભાઈ સોની, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ ભૂત, ધીરુભાઈ સિંધવ, પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, સુરસાગર ડેરીના પૂર્વ ચેરમેન બાબાભાઈ સભાડ, જિલ્લાના વિવિધ એસોસિએશનના પ્રમુખ તેમજ કારોબારી સદસ્યો અને વેપાર ઉદ્યોગના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી ડિસેમ્બર 2024માં આયોજીત થનાર “Global Zalawad 2024” ના લોગોનું અનાવરણ પણ માન. મનસુખભાઈ માંડવીયા ના વરદહસ્તે અને સર્વે ઉપસ્થિત મહેમાનો દ્વારા કરવામાં આવ્યુ હતુ.

ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન તરીકે રાણપુરના ઘનશ્યામભાઈ સાવધારીયા ની વરણી કરવામાં આવતા રાણપુર શહેર સહિત રાણપુર પંથકના આગેવાનો અને નાગરિકો પણ ઘનશ્યામભાઈ સાવ દરિયાને અભિનંદન પાઠવ્યા હતા. ઘનશ્યામભાઈ સાવરીયાની આગેવાનીમાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વધુને વધુ ઝાલાવાડનો વિકાસ કરે ઝાલાવાડની પ્રગતિ કરે અને ઝાલાવાડ ને એક નવી ઊંચાઈ સુધી ઘનશ્યામભાઈ સાવધરીયાની ટીમ પહોંચાડે તેવું લોકો આશા રાખી રહ્યા છે.
તસવીર:વિપુલ લુહાર

