Gujarat

વડોદરાના છાણી તથા વાસણાની વહીવટી કચેરીનું લોકાર્પણ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી છાણી ખાતે ₹ ૨.૦૫ કરોડના ખર્ચે તૈયાર થયેલી વહીવટી વોર્ડ નં. ૧ની કચેરી તથા વાસણમાં ₹ ૧.૯૨ કરોડના ખર્ચે તૈયાર વહીવટી વોર્ડ નં. ૧૦ની કચેરીનું મેયર શ્રીમતી પિન્કી સોનીના હસ્તે અને સાંસદ ડૉ. હેમાંગ જોષીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડૉ. વિજય શાહ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, ડે. મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિષિધ દેસાઈ, ઉપાધ્યક્ષ શ્રીમતિ અંજના ઠકકર કોર્પોરેટર, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર મનીષ જોષી “મૌન”