Gujarat

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા જૂથ ગ્રામ પંચાયતના નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવેટા ગામે નવીન પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જેમાં તલાટીનું નિવાસ્થાન પણ આવેલ છે. અને વિશાળ પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. જ્યારે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહ તડવીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન ગ્રામ પંચાયતના સરપંચ શાળાના આચાર્યો શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં આસપાસના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર