Gujarat

ધોળકાથી ગાંધીનગર તેમજ અમદાવાદ ST બસનો રૂટ વધારો

ધોળકાથી ગાંધીનગર જવા માટે સવારે 6.30 વાગે બસ મૂકવા તથા ધોળકાથી અમદાવાદ રૂટ પર બસો વધારવાની માંગણી સાથે આજે NSUI ધોળકા તાલુકાનાં ઉપપ્રમુખ રેહાન ઘાંચીની આગેવાનીમાં ધોળકા એસટી ડેપો મેનેજરને સંબોધી આવેદનપત્ર ધોળકા ડેપોમાં અપાયુ હતું. આ આવેદનપત્ર આપતી વેળા NSUIનાં કાર્યકરો સાથે ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઇ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઇ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આવેદનપત્રમા એવી માંગણી કરાઈ છે કે સરખેજ – ગાંધીનગર હાઇવે પર આવેલી વિવિધ કોલેજોમા ધોળકાના ઘણા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. આ ઉપરાંત દરરોજ નોકરિયાતો પણ વહેલી સવારે નોકરીએ જાય છે.

ત્યારે હાલ ધોળકાથી ગાંધીનગર તરફ જવા માટે સવારે 7 વાગ્યાની બસ છે. આ બસમાં વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નથી. આ ઉપરાંત અમુક કંડક્ટર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરતા હોવાની પણ રજૂઆત કરાઈ હતી

ધોળકા ડેપો મેનેજર બાલકૃષ્ણભાઈ દેસાઈ જણાવ્યું કે ગાંધીનગર બસની માંગણી મેં પહેલેથી જ વિભાગમાં કરી દીધી છે સગવડ માટે નવા ડ્રાઇવર અને નવા કંડકટર મારે ઉપરથી માંગવા પડે અને અત્યારે ડ્રાઇવર કંડકટરની ઘટ છે આમાં હાલ અમે કંઈ કરી શકીએ નહીં. ઉપરથી નવી બસ નવા ડ્રાઇવર કંડકટર મળે એટલે અમે ચાલુ કરી શકીએ છીએ એમની અરજી આવી હતી તે ઉપર મોકલી દીધી છે .