તા.૧૫મી ઓગષ્ટના રોજ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં ૭૮મા સ્વાતંત્ર્યપર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વંડાપોલીસ સ્ટાફ, સ્ટુડન્ટ પોલીસ કેડેટ તેમજ શાળા પરિવાર , વાલીગણ ,ગામજનો અને શાળાના મે.ટ્રસ્ટીશ્રી મનજીબાપા તળાવિયાની ઉપસ્થિતિમાં શાળાના ઓ.એસ.શ્રીભાવેશભાઇ સોનપાલના વરદ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
બાદ ધ્વજવંદન ,રાષ્ટ્ર્ગીત , પરેડ,માર્ચિંગ વિગેરે યોજવામાં આવ્યા હતા. આ તકે શાળાના શિક્ષકશ્રી ગજેરા સાહેબે વીર સપુતોને શ્રદ્ધાંજલી આપી બાળકોને દેશના દરેક ક્ષેત્રે આગળ આવવા હાંકલ કરી હતી. તેમજ શ્રી મનોરમા બહેને બાળકોને રાષ્ટ્રપ્રત્યે આપણી ફરજો અને કર્તવ્ય વિશે હદય સ્પર્શી વકત્વ્ય આપ્યું હતું. શ્રીભાવેશભાઇ સોનપાલે બાળકો અને યુવા પેઢીઓને વ્યસનનો ત્યાગ કરી દેશના વિકાસમાં જોડાવા અપીલ કરી કરી હતી.

શાળાના મેનેજીંગ ટ્ર્સ્ટીશ્રી મનજીબાપાએ નારા સાથે શહીદોને યાદ કરી આ અનમોલ આઝાદી ટકાવી રાખવા તેમજ યુવા પેઢીઓને વ્યસનમુકત થવા હાંકલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન શાળાની બહેનોએ વકત્વ્યો, દેશભક્તિ ગીતો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.ટ્રસ્ટ સંચાલિત શ્રી વિવેકાનંદ પ્રાથમિક શાળાના ભુલકાઓએ સામાજિક નાટક રજુ કર્યુ .હતુ.
શાળાના ભૂતપુર્વ વિધાર્થી સંઘ તરફથી ધોરણ ૯ થી ૧૨ ના પ્રથમ ક્રમાંકિત વિધાર્થીઓને રોકડ પુરસ્કાર તેમજ એસ.પી.સી.તરફથી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધેલ વિધાર્થીઓને ઇનામ વિતરણ કરવામાંઆવ્યા હતા.સમગ્ર કાર્યક્રમને મનજીબાપા તળાવિયા તરફથી રૂ.૧૦૦૦,નીતાબેન ભટ્ટ તરફથી રૂ.૧૦૦૦,નાયબ મામલતદાર શ્રી દુષ્યંતભાઇ ત્રિવેદી તરફથી રૂ.૧૦૦૦,તેમજ અલ્પાબેન તરફથી રૂ.૫૦૦,જાહેર કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન શ્રી અલ્પાબેન હીરપરાએ કર્યુ હતુ. શ્રી વંડા ગ્રામ્ય વિસ્તાર કે.મંડળ તરફથી દરેક બાળકોને બિસ્કિટ તેમજ શ્રી હરીઓમ મેડીકલ-વંડા તરફથી સહુ બાળકોને મીઠાઇ વિતરણ કરવામાં આવ્યું હતું.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી

