શ્રી જે.વી. હાઈસ્કૂલમાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા” યોજાઇ
તા.21/09/2024 ને શનિવારના રોજ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી *”ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”* નું આયોજન સાવરકુંડલા ની ઐતિહાસિક શાળા શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલમાં થયેલ, જેમાં શ્રી જે.વી.મોદી હાઈસ્કૂલના માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 25 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો. આ પરીક્ષાનું સફળ સંચાલન શાળાના ઉ. મા. વિભાગના શિક્ષક શ્રી જયશ્રીબેન સોલંકી એ કરેલ. શાળાના ભાગ લેનાર બધા જ વિદ્યાર્થીઓ અને સંચાલકશ્રીને પ્રિન્સિપાલ શ્રી આશિષકુમાર એમ. જોશીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા હતા.


