ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઝોઝ ગામે વિરપુર ગામ તરફ જવાના રોડ ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૧,૧૦,૨૮૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે ૧ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ એન.એમ.વાઘેલા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે ઝોઝ ગામે વિરપુર જવાના રોડ ઉપર જયેશભાઈ મુકેશભાઈ બારીયા ઉ.વ.૩૧ રહે.અનસુયા નગર ઓમ વિધાલયની બાજુમાં ડભોઈ રોડ વડોદરા, વડોદરા શહેર નાઓ પોતાના કબજાની મરૂન કલરની સુજુકી કંપનીની અરટીગા ગાડી જેનો આગળ-પાછળનો રજી નં.જોતા GJ-06-PH-1239 ગાડીમાં ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી પ્લાસ્ટિકના કવાટરીયા તથા પ્લાસ્ટીકના હોલ બોટલ નંગ – ૭૪૪ ની કુલ રૂ. ૧,૧૦,૨૮૦ /- નો તથા પ્રોહી મુદ્દામાલ ની હેરાફેરી માં ઉપયોગમાં લીધેલ અટીંગા ફોર વ્હિલ ગાડી રજી નં. GJ-06-PH-1239 જેની ની કિ.રૂ.૬,૦૦૦૦૦/- ગણી તથા તથા મોબાઇલ નંગ-૧ કિંમત રૂ.૭,૦૦૦/- તથા રોકડા રૂ. ૧૨૦/- મળી કુલ કિ.રૂ.૭,૧૭,૪૦૦/-નો મુદામાલ સાથે આરોપી પ્રોહી મુદામાલની હેરાફેરી દરમ્યાન પકડી પાડી કાયદેશરની કાર્યવાહી કરવામા આવેલ છે.

