આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પ્રવુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદાર નાઓને પ્રોહીની પ્રવુતી/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેરત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. અનુસંધાને ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક ઈન્ચાર્જ છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ.સી.પરમાર નાઓ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર એ.સી.પરમાર નાઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે પાદરવાટ ગામે રહેતા દામસીંગભાઈ ઉર્ફે ભયલુ વેચલાભાઈ રાઠવા નાનો વિદેશી દારુ લાવી પાદ૨વાટ બસ સ્ટેશનની બાજુમાં આવેલ ખેતરમા ઇંટોના ભઠાની બાજુમા ઘાસચારા નીચે વિદેશી દારૂ સંતાડી રાખેલ છે. જે હકીકત આધારે તેના ખેતરમા કે
રેડ કરતા સદરી ઈસમ તેના ખેતરમા હાજર મળી આવેલ નહી પરંતુ તેના ખેતરમા ઇંટોનો ભઠો આવેલ હોઈ તેની બાજુમા ધાસચારો હોઈ જેમા ઝડતી તપાસ કરતા ધાસચારાની નીચે કંતાનના કોથળામા ભારતીય બનાવટના કે
વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ મુથનેશ વિસ્કી ૭૫૦ મી.લીના પ્લાસ્ટીકના બોટલ નંગ-૯૬ કિં.રૂ.પર,૩૨૦/- ના મુદામાલ સાથે ગણના પાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

