આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ…. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે ભીલપુર ગામની સીમમાં માલુ-સિલોજ જવાના રોડ પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિ.રૂ.૪૭,૮૯૫/-નો મુદામાલ તથા દારૂની હેરફેરી કરવા ઉપયોગમાં લીધેલ ત્રણ મોટર સાયકલ સાથે આરોપીઓ વેલજીભાઇ ઉર્ફે વેલીયો વીરસીંગભાઇ રાઠવા,લાલસીંગભાઇ રેવજીભાઇ નાયક સહિતના ઇસમોને ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ઝોઝ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે.

