Gujarat

તહેવારોમાં લોકો માટે ભારતીય રેલ્વેએ રક્ષાબંધનથી દિવાળી સુધી કન્ફર્મ સીટની વ્યવસ્થા કરી

ભારતીય રેલવેએ ૮ ટ્રેનોની ફ્રિકવન્સી વધારી

તહેવારોની સિઝન અને રજાઓમાં ફરવા ભારતીય રેલવે દેશના સામાન્ય લોકો માટે મુસાફરીનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ

ભારતીય રેલવે દેશના સામાન્ય લોકો માટે મુસાફરીનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. દરરોજ હજારો ટ્રેનો મુસાફરો માટે ચલાવવામાં આવે છે, જેના દ્વારા કરોડો લોકો મુસાફરી કરે છે. જાેકે તહેવારોની સિઝન અને રજાઓમાં ટ્રેનોમાં મુસાફરોની ભીડ ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનથી દિવાળી સુધી લોકો માટે કન્ફર્મ સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેએ નવેમ્બર સુધી ૮ જાેડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે.

ટ્રેન નંબર ૦૫૦૫૪ બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સાપ્તાહિક વિશેષ ૩૧ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૫૦૫૩ ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ વીકલી સ્પેશિયલ ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૦૫૯ સુરત-બ્રહ્મપુર સાપ્તાહિક વિશેષને ૨૭ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૯૦૬૦ બ્રહ્મપુર – સુરત સાપ્તાહિક વિશેષને ૨૯ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૦૦૭ વલસાડ-ભિવાની સાપ્તાહિક વિશેષને ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૦૦૮ ભિવાની-વલસાડ સાપ્તાહિક વિશેષને ૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૩૧૧૦ વડોદરા-સિયાલદાહ સાપ્તાહિક વિશેષને ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર ૦૩૧૦૯ સિયાલદાહ-વડોદરા સાપ્તાહિક વિશેષને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૪૯૩ અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષને ૨૫ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર ૦૯૪૯૪ પટના-અમદાવાદ સાપ્તાહિકને ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૪૨૫ સાબરમતી – હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક વિશેષને ૨૯ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવ્યું છે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૪૨૬ હરિદ્વાર – સાબરમતી મ્ય્ દ્વિ-સાપ્તાહિક વિશેષને ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર ૦૯૩૨૧ ડૉ. આંબેડકર નગર – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ત્રિ-સાપ્તાહિક વિશેષને ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૩૨૨ શ્રી માતા વૈષ્ણો દેવી કટરા – ડૉ. આંબેડકર નગર ત્રિ-સાપ્તાહિક વિશેષને ૦૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન કેવી રીતે બુક થશે? જે માટે ટ્રેન નંબર ૦૯૨૦૭, ૦૯૨૦૮, ૦૯૦૦૭, ૦૯૪૯૩, ૦૯૦૫૯, ૦૯૪૨૫, ૦૯૩૨૧ અને ૦૩૧૧૦ ની વિસ્તૃત મુસાફરી માટે બુકિંગ ૨૯ જુલાઈ, ૨૦૨૪ થી તમામ સ્ટેશનો પર ખુલશે. ઁઇજી કાઉન્ટર અને ૈંઇઝ્ર્‌ઝ્ર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સ્ટોપેજ અને ફોર્મેશનના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.