Gujarat

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા બ્રાંચ દ્વારા સાવરકુંડલાના ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે અંતર્ગત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે

જે પૈકી આજરોજ અહીં ગાંધી ધર્મશાળા ખાતે આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણનો કેમ્પ સવારે ૯ થી ૧૨ દરમિયાન યોજાયો.
આ કેમ્પનો ૭૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો
રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા દ્વારા આજરોજ વિનામૂલ્યે આંખના ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો. સાવરકુંડલા શહેરના ૭૦૦ થી વધુ લોકોને આંખના ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માત્ર રક્તદાન કેમ્પ જ નથી કરતી પરંતુ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે. સમયની સાથે કદમ મિલાવી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના તાલુકા દ્વારા વિવિધ મેડિકલ કેમ્પો પણ યોજવામાં આવી રહ્યા છે. સાવરકુંડલા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ આ સંદર્ભે સતત કાર્યરત જોવા મળે છે. પોતાના વ્યાવસાયિક સમયને છોડીને પણ પોતે આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર રહે છે.
સાવરકુંડલા રેડ ક્રોસ સોસાયટી  ગતરોજ પણ સાવરકુંડલા ખાતે આવેલ ગિરધર ઘર વૃધ્ધાશ્રમ ખાતે નિવાસ કરતાં લોકોની પણ આંખોની તપાસ અને ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સાવરકુંડલા ખાતે આવેલ માનવમંદિરના મનોરોગી બહેનોની પણ આંખોની તપાસ તેમજ જરૂરિયાતમંદને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજાશે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમના ધર્મપત્ની પૂજાબેન વ્યાસ પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય સહકાર આપે છે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ચેરમેન ડો. વડેરા
સાહેબ તથા ડો. સંઘવી સાહેબનો પણ સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થયો હતો.
બિપીન પાંધી સાવરકુંડલા