Gujarat

માંડલમાં મુમુક્ષુ ધરાના દીક્ષા અંગિકારમાં સંયમના ઉપકરણોની લાખોની ઉછામણી

રામપુરા ભંકોડાના વતની અને હાલ માંડલ સ્થિત સંયમના માર્ગે જવા વર્ષીદાન શોભાયાત્રા સહિતના માંગલિક પ્રસંગો આચાર્ય ભગવંતો સાધુ સાધ્વી મ.સા. સહિત મોટી સંખ્યામાં મહેમાનો અને ગ્રામજનોની હાજરીમાં યોજાયા હતા. મુમુક્ષ ધરા કુમારીની દીક્ષામાં સંયમના ઉપકરણોની લાખોની વિવિધ ઉછામણી થઈ હતી. જેનો ભાગ્યશાળી દાતાઓએ લાભ લીધો હતો.

તેમજ માંડલની ધન્ય ધરા પર મુમુક્ષ ધરા કુમારીની દીક્ષા અંગીકાર સાથે સાત નુતન દીક્ષિતોની વડી દીક્ષા આપવામાં આવી હતી. દીક્ષા પ્રસંગે બોલાયેલી ઉછામણી ચરેડી રૂ.2.71 લાખ, ચરાડવો 1.21 લાખ, કામળી રૂ.2.61 લાખ, કપડો રૂ.1.51 લાખ. સાઙો રૂ.1.60 લાખ, દંડો રૂ.1.21 લાખ, પાત્રા રૂ.3.11 લાખ, તર્પાણી રૂ.1.81 લાખ, પોથી રૂ.1.31 લાખ, દંડાસન રૂ.1.21 લાખ, નવકાર વાળી રૂ.1.81 લાખ, આસન રૂ.2.07 લાખ, સુપડી રૂ.1.08 લાખ, ચરવડી રૂ.71 હજાર, સંથારો રૂ.75 હજાર, અષ્ટમંગલ : સ્વસ્તિક રૂ.21 હજાર, શ્રીવંશ રૂ.15 હજાર, નંદાવન રૂ.15 હજાર, વર્ધમાન રૂ.21 હજાર, ભદ્રાસન રૂ.16 હજાર, પૂર્ણ કળશ રૂ.16,200, અષ્ટમંગલ રૂ.15 હજાર, દર્પણ રૂ.17,100 અને દીક્ષાર્થીનું નામકરણ રૂ.2.11 લાખ સહિતની ઉછામણીનો લાભ લઇ ભાગ્યશાળીઓએ ધન્યતા અનુભવી હતી.