જાફરાબાદમાં અવિરત શિક્ષણ ની જય્યોતજગાવી રાખતી સંસ્થા કેળવણી ઉત્તેજક મંડળ જાફરાબાદ સંકલ્પિત નૂતન વિધાસંકુલ ખાતમુહૂર્ત વિધિ ભુમિ પૂજન કરવામાં આવ્યું
આઝાદીની ચળવળ જ્યારે વેગ પકડી રહી હતી અને દેશભરમાં અંગ્રેજોના દમનકારી શાસનનો સબળ અને સખત પ્રતિરોધ થઈ રહ્યો હતો ત્યારે મુંબઈમાં વ્યવસાય અર્થે સ્થાયી થયેલા મૂળ ગુજરાતી એવા દીધૅદ્રષ્ટિ કપોળ જ્ઞાતિના ટ્રસ્ટીઓએ ૧૯૨૫ એટલે કે ૧૦૦ વર્ષ પૂર્વે જાફરાબાદ માં એક અધતન સુવિધા યુકત નિવાસી શાળા શરૂ કરવા માટેનો શુભ સંકલ્પ કર્યો સંસ્થાના સ્થાપક ટ્રસ્ટી અને પ્રથમ પ્રમુખ સર મનમોહનદાસ રામજી વોરા (નાઈટ) અને ખુશાલદાસ કુરજી પારેખ સ્વર્ગસ્થ મુરબ્બીશ્રી એ પ્રથમ દાનની રકમ રૂ| ૨૯૦૦૦ આપીને વિધાદાન માટે અન્ય ટ્રસ્ટી ઓને પ્રેરિત કરી દાન એક્ત્ર કરી સંસ્થાની સ્થાપના કરી મજબૂત ભવન નિર્માણ કરવા લંડન ભણેલા સિવિલ એન્જિનિયર શ્રી માન છોટોલાલ ગાંધી ની ત્રણ વર્ષની અવિરત સેવા સાથે જે બનાવ્યું જે આજે ૯૯ વર્ષ પછી પણ અનેક વાવાઝોડાઓ આવી જતા અડિખમ રહ્યા તે બદલ તમામ દાતાઓ અને ટ્રસ્ટી શ્રી ઓનો આભાર સહીત ઋણ વ્યક્ત કરીએ છીએ એવું વર્તમાન સંસ્થાના પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા એ જણાવ્યું હતું આ સંસ્થાએ આજે ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. અને હવે પછીના બીજા ૧૦૦વર્ષ માટે અને નવા શિક્ષન નીતિને અનુરૂપ આધુનિક શિક્ષણને પહોંચી વળવા અદ્યતન શાળાનું નવું ભવન બનાવવાનો સંકલ્પ પ્રમુખશ્રી ના વિશાળ વિઝન હેઠળ લેવામાં તેનું ભુમિ પૂજન અને ખાત મુહુર્ત ગીતા જયંતીના પૂર્વ જાણીતા શિક્ષણ મહર્ષિ અને મુંબઈ ની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી NMIMS ચાન્સલર ને સમાજસેવક શ્રી અમરિશભાઈ આર.પટેલના કરકમળો દ્વારા થનાર છે. આ પ્રસંગે જાફરાબાદ કેળવણી ઉત્તેજક મંડળ ના માનદમંત્રી શ્રી યોગેશભાઈ એસ. ગોરડિયા એ નુતન વિધ્યા ભવનના નિર્માણ અંગે ની માહિતી આપતા જણાવ્યું હતું કે કુલ ૧૩૨૧૪૭.૦ ચો. ફૂટનું બાંધકામ થશે જેનો અંદાજિત ખર્ચ ૨૪ કરોડ થનાર છે. જે પૈકી આજ દિન સુધીમાં પાંચ કરોડ દાનની રકમ નોંધાઈ ગયા છે. જેમાં વર્તમાન પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા તરફથી એક કરોડ એક લાખ અને તેમના ટ્રસ્ટ તરફથી એક કરોડ એક લાખ તેમજ અન્ય સહયોગી દાતાઓએ ઉદાહરણ મનથી ત્રણ કરોડ રકમ જેવું દાન આપ્યું છે. અને આ દાનનો પ્રવાહ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને દરેક સમાજ જ્ઞાતિના સહયોગથી ૨૪ કરોડ જેટલી રકમ અપેક્ષિત છે. જેથી ભવિષ્યના ૧૦૦ વર્ષ સુધી અડિખમ ઉભુ રહે તેવું મક્કમ અને મજબૂત ભવન નિર્માણ થશે આ સમારંભમાં કિરીટભાઇ મહેતા દ્વારા પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષા પહેલા જાફરાબાદ ની રાસ મંડળી રાષ્ટ્રપતિ ભવન માં દિલ્હીમાં એવોર્ડ મેળવ્યો હતો આ સંસ્થા ના સ્થાપક નાજીભાઈ વોરાએ આ સંસ્થા ની સ્થાપના કરી હતી આ સંસ્થા ૧૯૨૬ માં ૮ મી ડિસેમ્બરે આ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી આ તકે કિરીટભાઇ મહેતા એ જણાવ્યું હતું કે આ સંસ્થામાં અઢારે વરણ ના બાળકો અભ્યાસ કરે તે માટે નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી કારૂણા શંકરભાઈ ઓઝા દ્વારા કિરીટભાઇ મહેતા નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં આ તકે પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ ગુજરાત મેરીટાઈ બોર્ડ ના કર્મચારી મહામંડળના અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર નું સન્માન માનદમંત્રી યોગેશભાઈ ગોરડિયા દ્વારા શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં આ તકે લલિતભાઈ મોદી દ્વારા સરમણભઈ બારૈયા નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં ડો. રક્ષાબેન દવે નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં આ તકે પીકે લ્હેરી સાહેબ ના લઘુબંધુ નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં ખારવા સમાજના અગ્રણી નારણભાઈ બાંભણીયા નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં તેમજ રાજુલાથી પધારેલા હોટલ લાઈનલોર્ડઝ ના માલિક મનુભાઈ ધાખડા નું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં અત્રરે ઉપસ્થિત કોળી સમાજના અગ્રણી પ્રવિણભાઇ બારૈયા નું સન્માન કિરીટભાઇ મહેતા દ્વારા શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં યોગેશભાઈ ગોરડિયા તથા કરૂણા શંકરભાઈ ઓઝા દ્વારા અંબરીશભાઈ પટેલ થકી પધારેલા મહેમાનનું શાલ ઓઢાડી સન્માનમાનીત કરવામાં આવ્યાં હતાં સ્વ. ગૌતમભાઈ વેણીશંકર જોશી ને આ તકે યાદ કર્યા હતા મુંબઈથી વિડિયો ના માધ્યમથી અંબરીશભાઈ પટેલ દ્વારા અગિયાર લાખ આ સંસ્થા ને આ સ્કુલના નવનિર્માણ માટે આપેલ છે. પુર્વ ધારાસભ્ય શ્રી તથા ગુજરાત મેરીટાઈ બોર્ડ ના અધ્યક્ષ શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા મંચસ્થ ઉપરથી જણાવ્યું હતું કે શિક્ષણક્ષેત્રે આગામી દિવસોમાં આગળ વધે અને આ સંસ્થા ને જ્યાં મારી જરૂર પડે ત્યારે હરહંમેશ હાજર રહીશ આ તકે પુજ્ય શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા વિડિયો ના માધ્યમથી સંસ્થા ને શુભ સંદેશો પાઠવ્યો હતો આ ભુમિ પૂજન માં આ સ્કુલ ના વિધાર્થીઓ તથા શિક્ષણ ગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંસ્થા ના ભૂતપૂર્વ વિદ્યાર્થી જયેશભાઇ બાંભણીયા એ એમ. ટેક. સુધી નો આ સંસ્થા ના પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા ના આર્થિક સહયોગ થી આજે સારી એવી નોકરી કરી રહ્યા છે. તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમના સંચાલક શ્રી દિપકભાઈ નું અંબરીશભાઈ ડેર તથા જા.કે.ઉ. મંડળ ના પ્રમુખ શ્રી કિરીટભાઇ મહેતા દ્વારા મોમેટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ રંગે ચંગે પૂર્ણ થયો હતો
રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ