આવાસ વિના કેટલાક કર્મચારીઓને ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો
ઘણા સમયથી વન વિભાગના આવાસો ખંડેર અવસ્થામાં હોવાનું જાણવા મળેલ છે
દાહોદ જિલ્લાના ઝાલોદ વન વિભાગ કચેરીમાં કર્મચારીઓને રહેવા માટે આવાસો ફાળવવામાં આવતા હોય છે.જેથી સ્થાનિક કર્મીઓને રહેવા માટેની સુખ સુવિધાઓ મળે રહે છે. પરંતુ આ આવાસો ખંડેર અવસ્થામાં ફેરવાઈ જતા કર્મચારીઓને હાલાકી ભોગવી પડે છે. અને આવાસ વિના કર્મચારીઓને અન્ય જગ્યાએ ભાડેથી રહેવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળેલ છે.કચેરીમાં કેટલાક આવાસોનું નવીનીકરણ અને રિપેરિંગ કરાયું છે.
જિલ્લા વન વિભાગ દ્વારા આ બાબતે કાર્યવાહી હાથ ધરીને ઝાલોદ વન વિભાગ કચેરીમાં આવેલા આવાસનું રીપેરીંગ કે નવીનીકરણ કરવામાં આવે તો કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને રાહત થાય તેમ છે.વર્ષોથી જૂના આવાસો હોવાથી બીસ્માર અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કર્મચારીઓને પણ આવાસ વિના અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વન વિભાગ તંત્ર દ્વારા આ મામલે સત્વરે કોઈ કાર્યવાહી કરવામાં આવે તો સ્થાનિક અધિકારીઓને આવાસ નો લાભ મળે તેમ હાલના તાબબકે જોવા મળી રહ્યું છે.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

