જામકંડોરણા પંથકમા જેમ જેમ ગોકુળ અષ્ટમી નજીક આવી રહી છે તેમતેમ જુગારીઓ પોતાની આબરૂને નેવે મૂકી મનફાવે તેવા કુંડળા બનાવી પત્તાની રમત મશગુલ બન્યા છે જુગાર રમવું એ ખરાબ આદત છે. અને કાનુનની નજર માં જુગાર રમવું તે અપરાધ છે. છતાંય જુગારીઓ જુગાર રમે છે પોલીસ તને પકડે છે. અને છાપાં છપાઈ ને આબરૂ ના ઘજાગરા થાય છે

કંઈ આવું જ હાલ જામકંડોરણા તાલુકામાં જોવા મળી રહ્યું છે જે અંગે ની જામકંડોરણા પોલીસ સ્ટેશન માં થી મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકાના ચરેલ ગામે સોસાયટી વિસ્તારમાં જાહેર માં જુગાર રમતા દસ પત્તા પ્રેમી ઝડપાયા છે.શહેર સહિત સમગ્ર તાલુકામાં શ્રાવણીયા જુગારની બદીને ડામી દેવા રાજકોટ અધિક્ષક દ્વારા સૂચના અનુસાર જામકંડોરણા પોલીસ પીએસઆઈ વી એમ ડોડીયા સહિત ટીમ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે ચરેલ ગામે સોસાયટી વિસ્તારમાં કાચા રસ્તે લેમ્પના અજવાળે જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વતી શ્રાવણીયા જુગાર રમતા હોય આ વિસ્તારમાં બાતમીના આધારે ઓચિંતી રેડ કરીને શ્રાવણીયો જુગાર રમતા જુગારીયા ઈસમો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી,
આજરોજ જામકંડોરણા પોલીસ ને બાતમીના આધારે ૧,ઇશ્વરભાઇ બાવનદાષ અગ્રાવત રહે ચરેલ તા, જામકંડોરણા ૨, હરપાલસિંહ વનરાજસિંહ ચુડાસમા રહે ચરેલ તા, જામકંડોરણા ૩, હરપાલસિંહ ચંદુભા જાડેજા રહે ચરેલ તા, જામકંડોરણા ૪,યુવરાજસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે ચરેલ તા, જામકંડોરણા ૫,જગદીશ સિંહ વિક્રમસિંહ જાડેજા રહે ચરેલ, તા જામકંડોરણા ૬,વિક્રમસિંહ મધુભા જાડેજા રહે ચરેલ તા જામકંડોરણા ૭, વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા રહે ચરેલ તા જામકંડોરણા ૮,ભવદીપસિંહ કુંવરસિંહ જાડેજા રહે ચરેલ તા જામકંડોરણા ૯,ક્રીપાલસીહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે ચરેલ તા જામકંડોરણા ૧૦, મજબૂતસીંહ પ્રવિણસિંહ જાડેજા રહે ચરેલ તા જામકંડોરણા,સામે પોલીસ મથકે જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ નાજાભાઈ ભરવાડ જામકંડોરણા

