Gujarat

જામનગર જિલ્લાકક્ષાની ઉજવણી જામજોધપુરમાં યોજાઇ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા વ્યક્તિઓનું સન્માન કરાયું

15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની ઉજવણી જિલ્લા કક્ષાની જામજોધપુર ખાતે કરવામાં આવી છે. સવારે 9:00 કલાકે જામજોધપુર નગરપાલિકા ખાનસરી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે ધ્વજારોહણ કાર્યક્રમમ યોજાશે હતો.

ત્યારે આ પ્રસંગે કલેકટર બી.કે.પંડ્યા દ્વારા સલામી આપવામાં આવી હતી. તેમજ 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વમાં કલેક્ટરના આગમન બાદ કલેકટરના વર્ગ હસ્તે ધ્વજારોહણ તથા સલામી આપવામાં આવી હતી.

આ ઉપરાંત ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.