હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા 24 કલાક ફ્લડ કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. તેમાં જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડી.એન.ઝાલા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા તથા ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઇ દ્વારા જે હવામાન ખાતાની ભારે વરસાદની સંભાવના ની પરિસ્થિતિમાં જરૂરી તૈયારીઓ માટે ફ્લડ કંટ્રોલ રૂમની મોડી રાત્રે મુલાકાત લેવામાં આવી હતી.

તમામ જરૂરિયાત રેકોર્ડ ની ચકાસણી અને ફરિયાદનો તારે નિકાલ થાય તે માટે ફરજ પરના તમામ શીફ્ટ ટીમ વોર્ડ એન્જિનિયરો તેમજ મનપાના નાયબ એન્જિનિયર ને સતત મોનિટરિંગ કરવા જરૂરી સુચના આપવામાં આવી હતી.

બીજી તરફ મહાનગરપાલિકાના સ્ટેનિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા અને નાયબ કમિશનર ડી.એન.ઝાલા દ્વારા તમામ તૈયારીની ચકાસણી કરવામાં આવી હતી તેમજ કોઈપણ પરિસ્થિતિમાં કામગીરી કરી શકે તે રીતની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે અને જે પણ કંટ્રોલરૂમમાં ફરિયાદ આવે તેને તાત્કાલિક નિકાલ કરવા માટે જરૂરી અને અગત્યનું સૂચના આપી હતી.

