જામનગર, ઓખા અને પોરબંદરથી ભાવનગર માટે 3 જોડી સ્પેશિયલ ટ્રેનોની એક-એક ટ્રીપ ચલાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 14 જુલાઈથી 19 જુલાઈ, 2024 દરમિયાન જામનગર-ભાવનગર, ઓખા-ભાવનગર અને પોરબંદર-ભાવનગર વચ્ચે 3 જોડી સ્પેશિયલ ટ્રેનો (અનરિજર્વ્ડ) ની એક-એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે.
વિગતો નીચે મુજબ છે. જેમાં જામનગર – ભાવનગર, ઓખા – ભાવનગર અને પોરબંદર – ભાવનગર સ્પેશિયલ ટ્રેન ચલાવવામા આવશે.
ટ્રેનમાં સમયમાં નીચે મુજબ ફેરફાર થયા
- ટ્રેન નંબર 09412 જામનગર-ભાવનગર સ્પેશિયલ જામનગર થી 14.07.2024 ના રોજ 2.00 કલાકે ઉપડશે, રાજકોટ 04.00 કલાકે અને ભાવનગર ટર્મિનસ 10.30 કલાકે પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર 09411 ભાવનગર-જામનગર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 14.07.2024 ના રોજ 18.00 કલાકે ઉપડશે, બીજા દિવસે 02.05 કલાકે રાજકોટ અને 06.15 કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ધસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
- ટ્રેન નંબર 09404 ઓખા-ભાવનગર સ્પેશિયલ ઓખાથી 15.07.2024 ના રોજ 23.20 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ અને 10.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્નમાં, ટ્રેન નંબર 09403 ભાવનગર-ઓખા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 16.07.2024 ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.30 કલાકે રાજકોટ પહોંચશે અને 07.00 કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે.
- ટ્રેન નંબર 09580 પોરબંદર-ભાવનગર સ્પેશિયલ પોરબંદરથી 18.07.2024 ના રોજ 23.00 કલાકે ઉપડશે, બીજા દિવસે 04.05 કલાકે રાજકોટ પહોંચશે અને 10.30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્નમાં, ટ્રેન નંબર 09579 ભાવનગર-પોરબંદર સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ થી 19.07.2024 ના રોજ 18.45 કલાકે ઉપડશે, બીજા દિવસે 00.30 કલાકે રાજકોટ અને 06.50 કલાકે પોરબંદર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત તમામ ટ્રેનો માં અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ લાગશે અને આ તમામ ટ્રેનોની માત્ર એક-એક જ ટ્રીપ ચલાવવામાં આવશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

