Gujarat

ગીરગઢડાના જસાધાર ગામે પ્લાસ્ટીક મુક્ત અભિયાન: 100 યુવાનોએ પ્લાસ્ટીક કચરાનો સલામત જગ્યાએ નિકાલ કર્યો; જસાધાર ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા અંગે શપથ લીધા

ગીરગઢડાના જસાધાર ગામે પ્લાસ્ટીક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન વન વિભાગ દ્વારા 100 જેટલા યુવાનોને સાથે રાખી પ્લાસ્ટીક કચરો એકઠો કરીને સલામત જગ્યાએ નિકાલ કરવામાં આવ્યો. જસાધાર ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા અંગે શપથ લીધા હતા.

ગીરગઢડાના જસાધાર રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના જસાધાર ફોરેસ્ટ સેટલમેન્ટ ગામમાં રાજદિપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક પારી, એમ.આર.ઓડેદરા. મદદનિશ વન સંરક્ષક ઉનાના માર્ગદર્શન હેઠળ એલ.બી.ભરવાડ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર જસાધાર દ્વારા જસાધાર રેન્જ સ્ટાફ ટ્રેકર્સ, શ્રમયોગી, રોજમદાર તેમજ જસાધાર ગામના 100 જેટલા યુવાનોને સાથે રાખી પ્લાસ્ટીક મુક્ત જસાધાર અભિયાન હાથ ધરી હતી.
જસાધાર ગામે પ્લાસ્ટીક કચરા સફાઇ અભિયાન હાથ ધરી અને ગ્રામ્યજનોને પ્લાસ્ટીક કચરાથી થતા નુકશાન અંગે વિસ્તૃત સમજૂતૂ આપી. સર્વે ગ્રામ્યજનો પ્લાસ્ટીક કચરો જ્યાં ત્યાં ફેકીશુ નહી, કે કોઈ ગ્રામ્યજનોને તેમજ અન્યને પ્લાસ્ટીક કચરો જ્યાં ત્યાં ફેંકવા પણ નહીં દઇએ અને ઘરે ઘરે પ્લાસ્ટીક કચરો અલગ રાખી તેનો સલામત જગ્યાએ નિકાલ કરાવીશુ અને જસાધાર ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવીશું તે અંગે શપથ લીધા હતા.