Gujarat

સાવરકુંડલા તાલુકાના નેસડી ગામના જયસુખભાઈ રૈયાણી દ્વારા સ્વખર્ચે વૃક્ષારોપણ કરી લોકોને પ્રેરક સંદેશ આપ્યો

સ્વજનોના મીઠાં સ્મરણ રૂપે પણ વૃક્ષ વાવેતર અને ઉછેર કરવાની અનોખી રીત લોકો માટે એક પ્રેરણા રૂપ સંદેશ ગણાય. 
સાંપ્રત સમયમાં વૈશ્વિક તાપમાનને નાથવા માટે પણ વૃક્ષ ઉછેર એ ઘણો શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય.
 સાવરકુંડલા તાલુકાના નેસડી ગામે રહેતા જયસુખભાઈ નાથાભાઈ રૈયાણી દ્વારા સ્વખર્ચે અને જાતે વૃક્ષારોપણ કરીને  લોકોને વૃક્ષારોપણ કરવાનો પ્રેરણા રૂપ અનોખો સંદેશો આપ્યો છે. જયસુખભાઈ દ્વારા નેસડીથી કરજાળા રોડ વચ્ચે ૨૫ જેટલા વૃક્ષો વાવીને પોતાના માતુશ્રી લાભુબેન નાથાભાઈ રૈયાણી અને દાદીમાં પાતળીબેન ભગવાનભાઈ રૈયાણીના નામ વૃક્ષો ઉપર લગાવીને માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ તેમજ રાષ્ટ્રપ્રેમનું અનોખું ઉદાહરણ આપ્યું છે.
આજના આધુનિક સમયમાં જ્યારે વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે  ત્યારે જયસુખભાઈ રૈયાણીના પરિવાર દ્વારા કરજાળા રોડ ઉપર વૃક્ષો વાવીને તેનો ઉછેર પણ પોતે જાતે કરી રહ્યા છે. હાલના સમયમાં સરકારશ્રી દ્વારા વધુમાં વધુ લોકો વૃક્ષો વાવે તે માટે અનેક પ્રયાસ થઈ રહ્યા છે. જયસુખભાઈ રૈયાણીએ પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે આ એક ઉમદા કાર્ય કરીને લોકોને પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે.
બિપીન પાંધી