વિરોધીઓ પર જયેશ રાદડિયાએ નામ લીધા વગર નિશાન સાધ્યું, કહ્યું, “અવરોધ બંધ નહીં કરો તો હિસાબ કરવા મેદાનમાં ઉતરવું પડશે
જેતપુર તાલુકાના થાણાગાલોળ બે દિવસ પહેલા પટેલ સમાજ ભવન ખાતે વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાદડિયા આક્રમક અંદાજમાં જોવા મળ્યા હતા. જયેશ રાદડિયા તેમના વિરોધી પર નિશાન સાધતા જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાએ નામ લીધા વગર વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે
જયેશ રાદડિયાએ કહ્યું, એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યુ છે, પરંતુ હું તેમને કહી દઉ છું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો. તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ. સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો.
જયેશ રાદડિયાએ વિરોધીઓને ચેતવણી આપી હતી. રાદડિયાએ કહ્યું કે “હું કામ કરું છું, એટલે ક્યાંક ચૂક રહી પણ જાય, ઘરે બેસી રહેનારથી ભૂલ ન થાય, મારા સારા કામમાં અવરોધ ઊભો કરવાનું બંધ કરો. એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે. આ હવે વધુ પડતુ થશે તો હું પણ રાજકીય માણસ છુ. મારે પણ પછી મેદાનમાં ઉતરવુ પડશે. આટલામાં નહીં સમજે તો મને પણ હિસાબ કરતા આવડે છેતાકાતથી આ સમાજનું નેતૃત્વ કરીએ છીએ.કદાચ નેતૃત્વ કરતા હોઈએ તો અમારાથી એક બે ભૂલ પણ થતી હશે. કામ કરીએ છીએ એટલે થાય બીજાની જેમ બેઠા રહીએ તો અમારાથી પણ ભૂલ ન થાય
જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું કે, જે લોકો સારુ કામ કરવાના પ્રયત્ન કરતા હોય તેમના અવરોધમાં હાડકા નાખવાનું બંધ કરી દેજો નહીં તો તાકાતથી સમાજનું નેતૃત્વ કરતા આવડ્યું છે પરિણામ આપતા આવડ્યું છે એમ વચ્ચે આવ્યા પછી મારે હિસાબ કરવા ન પડે મેદાનમાં મારે ન ઉતરવુ પડે તે જોજો. હું પણ રાજકીય માણસ છું, મારે મેદાનમાં ન ઉતરવું પડે તે જોજો
આ કાર્યક્રમ જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે વિઠલભાઈ રાદડીયાની પ્રતિમાનુ અનાવરણ તેમજ લેઉઆ પટેલ સમાજ ભવનનુ ખાતમુહુર્ત તેમજ નવનિર્મિત આંગણવાડીનુ લોકાર્પણ તેમજ રાજકોટ જીલ્લા બેંક,જીએસસી બેંક અને ઈફકો-નવી દીલ્હી તેમજ સર્વોદય સેવા સહકારી મંડળી-થાણાગાલોળના સંયુક્ત ઉપક્રમે રવિ પાક શિબિર તેમજ રક્તદાન કેમ્પ અને રક્તતુલા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા પણ ઉપસ્થિત હતા.

