ગુજરાત રાજ્ય ગાંધીનગરનાં નિર્દેશ મુજબ જોડિયા તાલુકામાં તાલુકા કક્ષાની //પશુપાલન શિબીર કમ પ્રદર્શન// નું આયોજન પશુપાલન શાખા, જિલ્લા પંચાયત જામનગર નાં માર્ગદર્શન હેઠળ તાલુકા પશુપાલન પ્રભારી અધિકારી અને પશુ ચીકિત્સl અઘિકારી, પશુ દવખાના જોડિયા દ્વારા કરવા માં આવેલ છે……….. જોડિયા તાલુકાની તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર નું આયોજન તારીખ 8/1/2024 ના રોજ પટેલ સેવા સમાજ જોડિયા ગામે કરવામાં આવેલ હતું. શિબિરમાં જોડિયા તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, રહેઠાણ, સંવર્ધન, સારવાર તથા સરકાર શ્રી ની વિવિધ સહાયકારી યોજનાઓ અને KCC પશુપાલન વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવેલી હતી. તાલુકા શિબિર અંતર્ગત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ, શ્રી મતિ ચંદ્રિકાબેન અઘેરા.જિલ્લા પંચાયત ના પુર્વ પ્રમુખ ધરમસિભાઈ ચનિયારા. ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ને કાર્યક્રમને ખૂલો મુકવામાં આવેલ. અને અન્ય પશુપાલન ખાતા ના અધિકારીશ્રીઓ હાજર રહીને માર્ગદર્શન આપવામાં આવેલું હતું. અને જોડિયા તાલુકા ના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પશુ પાલકો એ હાજર રહ્યા હતા.અને આ કાર્યક્રમ માં જોડિયા તાલુકાના પશુપાલન ખાતા ના અધિકારીશ્રી ડો.કે.એન.ખીમાણીયા.અને કર્મચારીશ્રી એચ.જે.કેલ્લા.તેમજ વી.ડી. સોનદરવા. એ ભારે જહેમત ઊઠાવી હતી.

