વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે ભુતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી અને ભુતનાથ મંદિર દ્વારા 75 કુંડી “માર્કન્ડેય મહાપુજા સહ શાંતિ યાગ” નમો હવનોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ શહેરના તમામ જ્ઞાતિના 75 દંપતીએ આ હવનમાં ભાગ લીધો હતો તેમજ બહોળી સંખ્યામાં જૂનાગઢની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
આજના આ નમો હવનોત્સવ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોને વધુ ગતિ મળે અને ભારતને શ્રેષ્ઠ રાષ્ટ્ર તરીકે નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા કાર્યને સૌનો સાથ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર તથા ભૂતનાથ મહાદેવ મંદિરના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢનાં નગર દેવતા ભૂતનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં આંતરરાષ્ટ્રીય કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા દ્વારા અલૌકિક આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જુનાગઢ મહાનગરનાં પ્રભારી મુકેશભાઈ દાસાણી જૂનાગઢ 86 વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ગીતાબેન પરમાર, ગીરીશભાઈ કોટેચા, કરશનભાઈ ઘડુક, જ્યોતિબેન વાછાણી, મહામંત્રી ભરતભાઈ શીંગાળા મનનભાઇ અભાણી વિનુભાઇ ચાંદેગ્રા કે. ડી. પંડ્યા સર, જયદેવભાઈ જોશી અરવિંદભાઈ ભલાણી, હરેશભાઈ પરસાણા મિડિયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા તથા સંગઠનનાં હોદ્દેદારો તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મહાયજ્ઞ નાં દર્શનનો લાભ લઇ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને શુભકામનાઓ પાઠવી હતી.