Gujarat

મીરા એવેન્યુ માં ગણપતિ મહોત્સવ નિમિતે ગૌ સેવા ના લાભાર્થે ધૂન,ભજન,કીર્તન સાથે કડતાલ નું આયોજન

મીરા એવેન્યુ માં ગણપતિ મહોત્સવ નિમિતે ગૌ સેવા ના લાભાર્થે ધૂન,ભજન,કીર્તન સાથે કડતાલ નું આયોજન કરેલ
તા.13.09.2024
સરથાણા,સુરત
જેમાં શ્રી કામઘેનુ ધૂન સેવા સત્સંગ મંડળ ના યુવા નો એ તેમના અલગ અંદાજ થી કડતાલ સાથે ધૂન માં કેમ્પસ ના સભ્યો ને સરસ મજા નો આનંદ કરાવ્યો હતો આ ધૂન,કીર્તન માં કેમ્પસ ના દરેક ભાઇઓ,વડીલ મિત્રો,મહિલા ઓ અને નાના બાળકો એ લાભ લીધો હતો . વધુ માહિતી આપતા સોસાયટી ના પ્રમુખ શ્રી નયનાબેન સંઘાણી જણાવે છે કે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ગાય આપણી માતા છે . આપણે એની સંભાળ લેવા નું કેમ ભુલાઈ અને આ ધૂન મંડળ દ્વારા આપણે ગૌ સેવા માં કેમ્પસ વતી યોગ દાન આપીએ અને નીમિંત બનીએ એ હેતુ થી મીરા એવેન્યુ દ્વારા ગણપતિ મહોસ્તવ નિમિતે સરસ મજા નું આયોજન કરવામાં આવેલ. અંતે કેમ્પસ માં મહિલા ઓ દ્વારા ભગવાન ની આરતી ઉતારી કાર્યક્ર્મ ને પુર્ણ કરેલ અને કેમ્પસ ના દર્શિલ સાવલિયા એ કામઘેનુ ધૂન સેવા સત્સંગ મંડળ ના યુવા મિત્રો નો આભાર માનેલ અને આ કાર્યક્ર્મ ના આયોજન મા સૂવર્ણ ગ્રૂપ ના બાળકો નો સાથ સહકાર રહ્યો હતો અને તેમ નો પણ આભાર મનેલ.

IMG-20240914-WA0089.jpg