છોટાઉદેપુરની પુનીયાવાંટ મોડલ સ્કૂલ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર દ્વારા પોક્સો એક્ટ અંગે જાગૃતતા લાવવા માટે કાનૂની શીબીરનું આયોજન જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુરના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ડી.પી.ગોહીલ સાહેબના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.આ કાર્યક્રમની અંદર એડિશનલ ડીસ્ટ્રીકટ જજ સી.કે. મુનસી સાહેબ તથા કુલ ટાઇમ સક્રેટરી સાહેબ શ્રી એમ.વી.પટેલ તથા પી.એલ.વી. ઈરશાદભાઈ ખાલપા ઉપસ્થિત રહ્યા હતા. અને કાનૂની માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. અને કુલ 750 દિકરીઓએ આ કાનૂની શીબીરનો લાભ લીધો હતો.

