Gujarat

પંડાલમાં અને વિસર્જન વખતે દુર્ઘટનાને રોકવા તથા પ્રતિબંધિત સંગઠનોની ગતિવિધિ પર બાજ નજર

આજે ગણેશચતુર્થીના ધામધૂમથી દુંદાળા દેવ ગણેશજીની ઘરો અને જાહેર સ્થળો પર પંડાલમાં સ્થાપના કરવામાં આવશે ત્યારે વિધ્નહર્તાના ત્યોહારમાં કોઈ વિધ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા વિવિધ ગાઇડલાઇનનું પાલન થાય તેના આદેશો તમામ પોલીસ મથકોમાં આપી દેવાયા છે.

દસ દિવસના ઉત્સવ દરમિયાન પંડાલો પર રાત્રે ભારે ભીડ એકઠી થાય ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વાદ-વિવાદ ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે જાહેનામાંની અમલવારી સાથે સતત પેટ્રોલિંગ કરવા કચ્છના તમામ પોલીસ મથકોએ સુચના આપી દેવામાં આવી છે.

તો બીજીબાજુ સુત્રોએ જણાવ્યુ હતું કે, પોલીસ પંડાલો તેમજ વિસર્જન વખતે તકેદારી તો રાખશે જ પણ સાથે સંવેદનશીલ વિસ્તારો અને ભાંગફોડ પ્રવૃત્તિ કરતા શખ્સો સહીત પડદા પાછળ ચાલતી શંકાસ્પદ હિલચાલ પર પણ બાજ નજર રાખી ગણપતિ મહોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે તકેદારી રાખવામાં આવશે તેવી રાજ્ય સ્તરેથી લેખિત આદેશમાં સંગઠનોના નામ જોગ ઉલ્લેખ કરી વોચ રાખવા સુચના અપાઇ છે.