Gujarat

ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ કિ.રૂ ૧,૭૫,૫૦૦/- ના પ્રોહિ મુદામાલનો કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશી તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર છોટાઉદેપુર નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ પ્રવૃતિ ઉપર અંકુશ લાવવાના ઉદ્દેશથી પ્રોહી હેરાફેરી/વેચાણની ગે.કા પ્રવૃતી આચરતાં ઇસમો ઉપર રેઇડો કરી પ્રોહિ પ્રવ્રુતિ નેસ્ત નાબુદ કરવા તથા દારૂ બંધીના કાયદાની કડક અમલવારી થાય તે સારૂ જરૂરી સુચનાઓ આપેલ જે આધારે કરાલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.કે.પંડયા  નાઓને અંગત બાતમી હકિકત મળેલ કે, એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની વર્ના ફોર વ્હીલર ગાડી રજી નંબર GJ-06-DQ-3115 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ખાટીયાવાંટ, ભિડોલ થઇ રંગલી ચોકડી તરફ આવનાર છે
તેવી ચોકકસ બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો તથા પંચો રંગલી ચોકડી પાસે રોડ ઉપર બેરીકેડની આડસ બનાવી વોચ તપાસમાં ઉભા રહેલા દરમ્યાન સુંદર બાતમી હકિકત વાળી વર્ના ગાડી ભિડોલ તરફથી આવતા તેને રોકવા હાથ ઉંચો કરી ઇશારો કરતા સુંદર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાની ગાડી ઉભી રાખેલ અને પંચોની હાજરીમાં ફોર વ્હીલર ગાડીની તપાસ કરતા ડેકીના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાતા સચાલકનું નામઠામ પૂછતા તેને પોતાનુ જેતુસીંગ ધનસીંગ ડાવર રહે પલાસદા પટેલ ફળીયા તા.જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ) જણાવેલ અને તેઓને પ્રોહિ મુદામાલ રાખવા બાબતનુ પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવેલ અને સદર ગાડીમાં પકડાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ૧૮૦ એલ.એલ ના બોટલો નંગ – ૧૩૦૦ કિ.રૂ ૧,૭૫,૫૦૦/- તથા હ્યુન્ડાઇ કંપનીની વર્ના ફોર વ્હીલર ગાડી નંબર GJ-06-DQ-3115 ની આશરે કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ મુદામાલ ૬,૭૬,૦૦૦/- નો મુદામાલ કબજે કરી કરાલી પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરેલ છે.
અને ગુનામાં પકડાયેલ આરોપીને વધુ પૂછપરછ કરી ગુનામાં અન્ય સંડોવાયેલ છે કે કેમ ? તે અંગે નામદાર કોર્ટમાંથી આરોપીના વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવવા કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ કરાલી પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહિબીશનનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર