છોટાઉદેપુર તાલુકાના મીઠાલી ગામે સ્મશાન તરફ જતા આરસીસી રોડનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા અને તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકોની માંગણીને લઈને ખાતમુહૂર્ત કરાતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા પંચાયત સદસ્ય નંદુભાઈ અને ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

