કાર્યક્રમની શરુઆત તિલાવતે કુરઆન થી કરવામાં આવી હતી તિલાવતે કુરઆનનો આગાજ પીરે તરિકત અલ્વિયુલ હુસેની જનાબ નઈમુદ્દીન બાપુ ગાદીનશિંન ખાનકાહે કાદરીયા સંદલીપુરા દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ધોરણ ૯ થી ૧૨ ના ૧૦૦ થી વધું બાળકોએ લાભ લીધો જેમાં મૂખ્ય વક્તા તરીકે સમસ્ત મુસ્લિમ વિકાસ ફાઉન્ડેશન નડીઆદ ના પ્રમુખ જનાબ એ.જી. શેખ સાહેબ અને તેમની સાથે ખેડા જિલ્લા વેલફર એન્ડ એજયકેશન સોસાયટીના સેક્રેટરી જનાબ ઈકબાલભાઈ મેમણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
બન્ને મહાનુભાવો એ વિદ્યાર્થીઓને ખૂબ જ મહત્વપૂર્ણ માહીતી આપી હતી જેમાં સામાજિક શૈક્ષણિક અને આર્થિક પ્રશ્નો અંગે વધુ અગ્રેસર રહી પ્રમાણિકતાથી પ્રયત્નો કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે પ્રમાણિકતા અને ધેર્ય ને જીવનમાં અગ્રિમતા આપવા જણાવ્યું હતું.
વધુમાં દીકરી ખુશ્બુ .પઠાણ જે એમ. કોમ.ના બીજાં વર્ષમાં અભ્યાસ કરે છે તેણે ખુબ સરસ વક્તવ્ય આપ્યું હતું જેમાં જીવનમાં શિક્ષણ શા માટે જરૂરી તેની રસપ્રદ અને ઉમદા માહીતી આપી હતી. શિક્ષણ એ સારા નાગરિક બનવા માટે પણ જરૂરી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખિદમત ગ્રુપ ના પ્રમુખ હાજી માજીદ ખાન પઠાણ અને જનાબ કાલુબેગ મિરજા જનાબ સિકંદરભાઈ એલિકોન તેમજ ખિદમત ગ્રુપ ના ચેરમેને જનાબ મૈયોદ્દિંન ખાન પઠાણ અને જનાબ લતીફખાન પઠાણ સાથે સમગ્ર ટીમે ખુબ જહેમત ઊઠાવી હતી બાળકોને પ્રોત્સાહન ઈનામ અને અલ્પાહાર બાદ કાર્યક્રમને પુર્ણ જાહેર કરવામાં આવ્યો હતો..