Gujarat

ખોડિયાર સિંચાઇ યોજનાઃ જળાશયના દરવાજાનું ઓપનિંગ વધારવામાં આવ્યું

ખોડિયાર સિંચાઇ યોજનાઃ જળાશયના દરવાજાનું ઓપનિંગ વધારવામાં આવ્યું

અમરેલીના ધારી, બગસરા, અમરેલી, લીલીયા, સાવરકુંડલા અને ભાવનગરના ગારિયાધાર, જેસર અને પાલીતાણા તાલુકાના ૪૬ ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને
નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અનુરોધ

અમરેલી તા. ૦૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ (ગુરુવાર) અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઇ યોજનામાં પાણીની આવક થતાં તા.૦૫.૦૯.૨૦૨૪ સમય બપોરે ૩ વાગ્યે ડિઝાઈન સ્ટોરેજના પૂર્ણ સપાટી સુધી ભરાતા રુલ લેવલ જાળવવા માટે ૦૧ દરવાજો ૦.૨૨૯ મીટર ખુલ્લો હતો. આજે જળાશયમાં પાણીની આવકમાં વધુ વધારો થતાં દરવાજાનું ઓપનિંગ વધારી ૦૨ દરવાજા ૦.૨૨૯ મીટર કરવામાં આવ્યા છે, જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧,૨૦૦ ક્યુસેક છે. આથી, અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારી, આંબરડી, ભરડ, પાદરગઢ, બગસરા તાલુકાના હાલરીયા-હુલરીયા, અમરેલી તાલુકાના સરંભડા, નાના માંડવડા, મેડી, તરવજડા, બાબાપુર, વાંકિયા, ગાવડકા, પીઠવાજાળ, લીલીયા તાલુકાના કણકોટ, આંબા, ક્રાંકચ, બવાડા, બવાડી, ઇંગોરાળા, શેઢાવદર, લોકા અને લોકી, સાવકુંડલા તાલુકાના બોરાળા, જૂના સાવર, ખાલપર, આંકોલડા, મેકડા, ફીફાદ, ધોબા, પીપરડી, ભાવનગર જિલ્લાના ગારિયાધારના સરંભડા, ગુજરડા, રાણી ગામ, સાતપડા, ઠાંસા, લુવારા, તેમજ પાલીતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા (માનાજી), જીવાપુર અને રોહિશાળા તથા જેસર તાલુકાના રાણપરડા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા અનુરોધ છે.
ધર્મેશ