Gujarat

માંગરોળ જાયન્ટસ ગૃપ ના પ્રમુખ કિશનભાઇ પરમાર તેમજ નવા હોદેદારો નો સપથ વીઘી કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ માંગરોલ નાં 2024નાં નવા વરાયેલા હોદ્દેદારો નો શપથ વિધિ કાર્યક્રમ ગોપાલ કૃષ્ણ  ગૌશાળા ખાતે યોજાઇ ગયો કાર્યક્રમ નાં પ્રારંભે ડી  એ પંકજભાઇ રાજપરા એ ગત વરસ ની પ્રવૃતિ ની માહિતી આપી હતી યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનદિએ નવા વરાયેલ હોદ્દેદારો V.P. છગનભાઈ  પરમાર,  ડી એ.પંકજભાઈ રાજપરા ડી. એફ. નિલેશભાઈ રાજપરા ને હોદ્દાના શપથ લેવડાવ્યા હતા ત્યારબાદ નવ નિયુક્ત પ્રમુખ કિશનભાઇ પરમાર એડવોકેટ ને શપથ લેવડાવવામાં આવ્યા હતા પાસ્ટ પ્રેસિડેન્ટ લીનેશભાઈ સોમૈયા એ પ્રમુખ કિશનભાઇ ને પ્રેસિડેન્ટ બેઝ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા
નવ નિયુક્ત પ્રમુખ કિશનભાઇ પરમારે જાયન્ટસ ની પ્રવૃતિ ને આગળ ધપાવી નવા પ્રોજેક્ટ માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતુ કાર્યક્રમ નું સંચાલન અને આભાર વિધિ પંકજભાઇ રાજપરા એ કરી હતી કાર્યક્ર્મ માં જાયનટ્સ ગ્રુપ નાં ડો નિલેશ રામ સહિત હોદ્દેદારો મેમ્બરો ઉપસ્થિત રહ્યાં હતાં અને  નવી ટીમ ને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા
આ કાર્યક્રમ પૂર્વે ગૌશાળા ખાતે ગાયોને  લાડવા ખવડાવવા માં આવ્યા હતા