Gujarat

ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તેમજ પ્રગતિશીલ ખેડૂત દ્વારા “કૃષિ ઋષિ સંત યાત્રા”નું આયોજન-પીડીલાઇટના સહયોગથી કરવામાં આવેલ

ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન તેમજ પ્રગતિશીલ ખેડૂત કે જેવો હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેવા ૧૦૦ થી વધુ ખેડૂતો દ્વારા ગામડે ગામડે જઈ કૃષિ ૠષિ સંત યાત્રા મારફતે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી રહી છે અને પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચે અને ઓછી માવજતે થાય છે તે બાબતે સમજ આપવામાં આવી રહી છે અને આ સાથોસાથ રાસાયણિક ખેતી ની સામે પ્રાકૃતિક ખેતી કરવાના ફાયદા વિશે માહિતી પણ આપવામાં આવી રહી છે.
આ યાત્રાની શરૂઆત ગ્રામ સેવા કેન્દ્ર ખડસલીના આચાર્ય નાનજીભાઈ મકવાણા,હરેશભાઈ પંડયા,સંત શ્રી ઘનશ્યામદાસ ગોંડલિયા,ગોવાભાઈ ગાગીયા દ્વારા શરૂઆત કરવામાં આવી.આ યાત્રામાં સુભાષભાઈ યાદવ,મધુભાઈ કાપડિયા,સંત શ્રી ઘનશ્યામદાસ ગોંડલિયા,ખડસલી ક્લસ્ટરના ઇન્ચાર્જ હિરાભાઈ દિહોરા,ટીમના સભ્યો,અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનની ટીમ તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો જોડાયા છે દરેક ગામમાં જઈ ગાય આધારિત ખેતી વિશે માહિતી આપવામાં આવી રહી છે અને જેમાં ખાસ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી ખેડૂતો અપનાવે.પર્યાવરણના રક્ષણ માટે,કેન્સર, એટેક, નપુંસકતા, કિડની ફેઈલ, શારીરિક ખોટખાપણ જેવા મહાકાય રોગોને અટકાવવા માટે ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઈએ. આ સાથો સાથ ખેતીમાં ગાયનું શું મહત્વ રહેલું છે તે પણ સમજાવવામાં આવી રહ્યું છે.
 
આ અંગે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન ખડસલી ક્લસ્ટર  કુલ ૨૧ ગામોમાં ૨૮૧૨ ખેડૂતો સાથે કામ કરી રહ્યા છીએ જેમાં ખેતીવાડીલક્ષી કોઈપણ કામગીરી હોય, જેનો મુખ્ય ઉપદેશ જેમ બને તેમ ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળે,બાયો ઇનપુટનો ઉપયોગ ખેતીમાં કરતા થાય, ખર્ચ કેવી રીતે ઘટે અને ઉત્પાદન કેવી રીતે વધે જે અમારું મેઇન ઓબ્જેક્ટીવ છે, અમે કુલ ૨૬ પ્રાકૃતિક ખેતી બાબતે ડેમોસ્ટેશન અલગ અલગ ખેડૂતોને આપ્યા છે. કૃષિ ૠષિ સંત યાત્રા ગામડે ગામડે જઈ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા વિશે માહિતી આપી રહ્યા છીએ. હાલ રાસાયણિક ખાતર નો ખુબ ઉપયોગ થઈ રહ્યો છે તો આ ઉપયોગ ઓછો થાય અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને રોગો સામે લડવા અને રોગોથી બચવા માટે પ્રાકૃતિક ખેતી ખૂબ જ જરૂરી છે. આ કૃષિ ૠષિ સંત યાત્રા થકી ૬૦૦ કરતાં પણ વધુ જુદા જુદા ગામોના ખેડૂતો અને બાળકો પ્રાકૃતિક ખેતીની યાત્રામાં જોડાયા છે. વધુમાં ખેડૂતે જણાવ્યું કે રાસાયણિક ખેતીમાં ખર્ચ વધુ થાય છે જેની સામે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ખૂબ જ ઓછો થાય છે.આ સંપૂર્ણ યાત્રા માટે ખડસલી ક્લસ્ટરની ટીમ અને એડવાઇઝર ખેડૂતોએ જહેમત ઉઠાવી હતી એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું
બિપીન પાંધી